માત્ર તેલ-ગેસ જ નહીં, હોર્મુઝ બંધ થવાથી ભારતની આ ચીજોની સપ્લાય પણ ખોરવાશે

Strait of Hormuz impact on India પશ્ચિમ એશિયામાં વધી રહેલો તણાવ હવે માત્ર યુદ્ધ સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે ભારત જેવા મોટા અર્થતંત્ર માટે ગંભીર આર્થિક પડકાર બની શકે છે. હોર્મુઝની સામુદ્રધૂની (Strait of Hormuz) માં જો ટ્રાફિક ખોરવાશે તો તેની સીધી અસર ભારતના તેલ અને ખાતરના આયાત પર પડશે, જે દેશની સામાન્ય જનતાના ખિસ્સા પર મોટો ફટકો મારી શકે છે.

Strait of Hormuz impact on India ભારત માટે હોર્મુઝનું મહત્વ

હોર્મુઝ એ વિશ્વનો સૌથી વ્યસ્ત અને મહત્વનો દરિયાઈ માર્ગ છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ (કચું તેલ) અને એલપીજી ગેસ આ માર્ગેથી મંગાવે છે. સાઉદી અરેબિયા, ઈરાક અને કુવૈત જેવા દેશોમાંથી આવતા જહાજો આ સામુદ્રધૂનીમાંથી જ પસાર થાય છે. જો આ માર્ગ બંધ થાય, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

Strait of Hormuz impact on India  ખાતરના પુરવઠા પર જોખમ

માત્ર તેલ જ નહીં, પણ ભારત ખેતી માટે જરૂરી એવા ખાતર (Fertilizer) અને તેના કાચા માલની આયાત માટે પણ આ ક્ષેત્ર પર નિર્ભર છે. જો પુરવઠો ખોરવાય તો ખેતીના ખર્ચમાં વધારો થશે, જેની સીધી અસર ખાદ્ય પદાર્થોની કિંમતો પર પડશે અને મોંઘવારીમાં તોતિંગ વધારો થઈ શકે છે.

શું થશે ભારતની વ્યૂહરચના?

ભારત અત્યારે તેના વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Petroleum Reserves) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જોકે, લાંબા ગાળા સુધી જો આ માર્ગ બંધ રહે, તો તે વૈશ્વિક સપ્લાય ચેઈનને તોડી શકે છે. ભારત સરકાર આ મામલે સતર્ક છે અને વૈકલ્પિક માર્ગો તથા રાજદ્વારી ઉકેલો પર પણ વિચાર કરી રહી છે.

આ પણ વાંચો:  અમેરિકાની ઇરાનને ખુલ્લી ધમકી, જો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પાસે તેલ સપ્લાય રોકાશે તો……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *