“ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ”: શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ વિદ્યાર્થીઓનો વિજયોત્સવ

Student Victory Protest :

Student Victory Protest :  NEET-UG પેપર લીક અને ગેરરીતિના વિવાદ વચ્ચે આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપતા, દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના કાર્યકરોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જંતર-મંતર ખાતે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તેમ વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને સૂત્રોચ્ચાર કરીને પોતાની જીતનો જશ્ન મનાવ્યો હતો.

Student Victory Protest : અભિજીત દીપકેનું આક્રમક સંબોધન

આંદોલનના મુખ્ય ચહેરા અને CJP ના સ્થાપક અભિજીત દીપકેએ મંચ પરથી સંબોધન કરતા ગર્વ સાથે કહ્યું કે, “આજે સાબિત થઈ ગયું છે કે જો જનતા ડરે નહીં અને સરકાર સામે અડીખમ ઊભી રહે, તો કોઈપણ સત્તાને ઝુકાવી શકાય છે. લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામાં નથી થતા, પણ આજે અમે કરી બતાવ્યું છે. ‘ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ’ – આ વિજય તે તમામ વિદ્યાર્થીઓને સમર્પિત છે જેમને પેપર લીક માફિયાઓના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.”

 વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ

જશ્ન વચ્ચે પણ એક ભાવુક ક્ષણ આવી હતી જ્યારે અભિજીત દીપકેએ NEET પેપર લીકને કારણે હતાશામાં આવીને જીવન ટૂંકાવનાર તમામ વિદ્યાર્થીઓના નામ વાંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે આ લડાઈ માત્ર પદના રાજીનામા માટે નહોતી, પરંતુ તે સિસ્ટમ સામેની લડાઈ છે જેણે નિર્દોષ વિદ્યાર્થીઓના સપનાઓનો ભોગ લીધો છે.

હજુ બે માંગણીઓ બાકી: સરકાર સામે નવા પડકાર

જોકે, શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ પણ આંદોલન સમેટવાના મૂડમાં વિદ્યાર્થીઓ નથી. અભિજીત દીપકેએ સ્પષ્ટ કર્યું છે કે આ તો માત્ર શરૂઆત છે, હજુ બે મહત્વની માંગણીઓ પૂરી કરવાની બાકી છે:

  • આર્થિક વળતર: પેપર લીકના કારણે જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, તેમના પરિવારોને એક-એક કરોડ રૂપિયાનું હરજાણું (વળતર) ચૂકવવામાં આવે.

  • પોલીસ કાર્યવાહી: ૨૦ જુલાઈના રોજ જે પોલીસકર્મીઓએ વિદ્યાર્થીઓ સાથે ગુંડા જેવું વર્તન કર્યું હતું અને લાઠીચાર્જ કર્યો હતો, તે તમામ પોલીસકર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું કે હવે તંત્રએ સમજી લેવું જોઈએ કે ‘કોકરોચો’ (વિદ્યાર્થીઓ) સાથે પંગો લેવો ભારે પડી શકે છે. લોકશાહીમાં જનતાનો અવાજ સર્વોપરી છે અને જો સરકાર જનતાની વાત નહીં સાંભળે તો ફરી એકવાર આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *