Dharmendra Pradhan Resignation NEET-UG ૨૦૨૬ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીકને લઈને છેલ્લા અનેક દિવસોથી દેશભરમાં વિદ્યાર્થીઓ, વિપક્ષ અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા કરવામાં આવતા ઉગ્ર વિરોધ પ્રદર્શનને મોટી સફળતા મળી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કરી દીધું છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026
Dharmendra Pradhan Resignation શા માટે લેવો પડ્યો આ મોટો નિર્ણય?
ધર્મેન્દ્ર પ્રધાને પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ છેલ્લા ચાર દાયકાથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત રહ્યા છે. તેમનું હંમેશા માનવું રહ્યું છે કે એક મજબૂત અને પારદર્શક શિક્ષણ વ્યવસ્થા જ રાષ્ટ્રના વિકાસનો પાયો છે. NEET-UG પરીક્ષામાં અનિયમિતતાઓની ફરિયાદો સામે આવતા જ સરકારે CBI તપાસ, પરીક્ષા રદ કરવી અને પુનઃ પરીક્ષા જેવી કડક કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું કે, “મારા માટે વ્યક્તિગત પ્રતિષ્ઠા કરતાં રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોઈ પણ કાયદાકીય કે રાજકીય ગૂંચવણમાં ન ફસાય તે માટે મેં આ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.”
CJP અને વિદ્યાર્થીઓના આંદોલનનો વિજય
દિલ્હીના જંતર-મંતર પર મહિનાઓથી ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન અને ખાસ કરીને ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા કરવામાં આવેલી સતત માંગણીઓ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને વિપક્ષી સાંસદોએ એક જ સુર ઉચ્ચાર્યો હતો કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી જવાબદારી નહીં સ્વીકારે ત્યાં સુધી આ લડાઈ અટકશે નહીં. સોમવારે થયેલા ‘સંસદ ચલો’ માર્ચ અને ત્યારબાદની પોલીસ કાર્યવાહીથી આ વિવાદ વધુ વકર્યો હતો, જેના પરિણામે સરકાર પર ભારે દબાણ સર્જાયું હતું.
ભવિષ્ય માટે સરકારની નવી તૈયારી
રાજીનામું આપતી વખતે ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે, સરકાર વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. આગામી વર્ષથી NEET પરીક્ષાને સંપૂર્ણપણે ‘કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ’ (CBT) મોડમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી પેપર લીક જેવી ઘટનાઓને કાયમી ધોરણે રોકી શકાય. CBI તપાસમાં પણ અનેક આરોપી ગેંગ્સનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સરકાર આ મામલે કોઈને પણ છોડવાના મૂડમાં નથી.
આ ઘટનાક્રમ લોકશાહીમાં જનઆંદોલન અને વિદ્યાર્થીઓની એકતાની મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે સૌની નજર નવા શિક્ષણ મંત્રી કોણ બનશે અને તેઓ શિક્ષણ વ્યવસ્થામાં કેવા સુધારા લાવશે તેના પર છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર TET પેપર લીક કેસનો મુખ્ય આરોપી બિરેન્દ્ર સિંહ બિહારથી ઝડપાયો

