કેવી રીતે ભણશે ગુજરાત? શાળાઓમાં ગણિત-વિજ્ઞાન અને ભાષાના શિક્ષકોની ભારે અછત, જાણો ક્યારે થશે નવી ભરતી

Gujarat Teacher Crisis : 

Gujarat Teacher Crisis :  ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓની કથળેલી સ્થિતિના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સ્વીકાર્યું છે કે રાજ્યના મુખ્ય ૧૦ જિલ્લાઓમાં વિષયવાર શિક્ષકોની મોટી અછત વર્તાઈ રહી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઊભું થયું છે.

Gujarat Teacher Crisis :   વિષયવાર અને જિલ્લાવાર ખાલી જગ્યાઓ

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, મુખ્ય વિષયોમાં શિક્ષકોની અછત નીચે મુજબ છે:

સામાજિક વિજ્ઞાન: 405 શિક્ષકોની ઘટ

ગણિત-વિજ્ઞાન: 377 શિક્ષકોની અછત

ભાષાના વિષયો: 294 શિક્ષકોની જગ્યા ખાલી

જિલ્લાવાર સ્થિતિ પર નજર કરીએ તો, અમરેલી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે જ્યાં પ્રાથમિક શાળાઓમાં કુલ ૭૬૦ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. જ્યારે ભાવનગર જિલ્લામાં ગણિત-વિજ્ઞાનના 73 અને ભાષાના 58 શિક્ષકોની અછત છે.

જર્જરિત ઓરડાઓ: ક્યાંક છત નથી તો ક્યાંક દીવાલો નથી

માત્ર શિક્ષકો જ નહીં, પણ શાળાઓના માળખાગત સુવિધાઓની સ્થિતિ પણ દયનીય છે.

અરવલ્લી: 230 ઓરડાઓ જર્જરિત હાલતમાં.

સાબરકાંઠા: 163 ઓરડાઓ પડુ-પડુ હાલતમાં.

જામનગર અને દ્વારકા: અનેક શાળાઓ ઓરડા વગર જ ચાલી રહી છે, જે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કરે છે.

નવી ભરતી ક્યારે? મંત્રીનો ખુલાસો
વિપક્ષી ધારાસભ્યોના સવાલોના જવાબમાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં જિલ્લા ફેરબદલી (District Transfer) ની પ્રક્રિયા કાર્યરત છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી કરવાની દિશામાં સરકાર કાર્યવાહી હાથ ધરશે. જોકે, કાયમી ભરતી ક્યારે થશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી નથી.

આ પણ વાંચો: કોઈપણ પરિવારનો ચૂલો બંધ નહીં રહેવા દઈએ”: ગેસ સંકટ પર ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *