Strait of Malacca US Indonesia Deal: અમેરિકા અને ઇન્ડોનેશિયા [USA and Indonesia] વચ્ચે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો થવા જઈ રહ્યો છે, જેનું સીધું લક્ષ્ય ચીન [China] છે. આ સમજૂતી હેઠળ, ઇન્ડોનેશિયા અમેરિકાને તેની વાયુસીમા (એરસ્પેસ) ઉપયોગ કરવાની પરવાનગી આપી શકે છે. વોશિંગ્ટનમાં રક્ષા મંત્રી પીટ હેગસેથ [Pete Hegseth] અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો [Prabowo Subianto] વચ્ચે થયેલી આ બેઠક વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી રહી છે. આ સોદો ખાસ કરીને ચીનની ‘મલક્કા દ્વિધા’ [Malacca Dilemma] સાથે જોડાયેલો છે.
મલક્કા સ્ટ્રેટ અને ચીનની આર્થિક જીવનરેખા [Strait of Malacca US Indonesia Deal]
મલક્કા સ્ટ્રેટ [Strait of Malacca] મલેશિયા અને ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ વચ્ચે આવેલી છે, જે હિંદ મહાસાગરને પ્રશાંત મહાસાગર સાથે જોડે છે. આશરે 900 કિમી લાંબી આ સમુદ્રધુની કેટલીક જગ્યાએ માત્ર 3 કિમી જ પહોળી છે. ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હૂ જિંતાઓએ [Hu Jintao] 2003માં જ ચેતવણી આપી હતી કે વિદેશી તાકતો આ રસ્તો બ્લોક કરીને ચીનની અર્થવ્યવસ્થા ઠપ કરી શકે છે. ચીન આજે પણ તેના ગેસ અને તેલનો મોટો હિસ્સો આ જ રસ્તેથી મંગાવે છે.
અમેરિકાની ઘેરાબંધી અને ચીન પર દબાણ [US Strategy to Block China]
ડિફેન્સ એક્સપર્ટ જેમ્સ થ્રોનના [James Thorne] જણાવ્યા અનુસાર, અમેરિકા ઇન્ડોનેશિયા સાથે ‘મુખ્ય સંરક્ષણ ભાગીદારી’ દ્વારા હિંદ મહાસાગર અને દક્ષિણ ચીન સમુદ્ર [South China Sea] વચ્ચેની દરેક હિલચાલ પર નજર રાખવા માંગે છે. સંકટ સમયે અમેરિકા મલક્કાને બ્લોક કરી ચીનને ઘૂંટણિયે લાવી શકે છે. ખાડી દેશો અને આફ્રિકાથી આવતું તેલ મલક્કાના રસ્તેથી જ ચીન પહોંચે છે, જ્યાં યુએસ નેવી [US Navy] પોતાના સાથીઓ સાથે પહેલેથી જ તૈનાત છે.
Food for thought.
Trump’s Deal With Indonesia: Mahan at the Strait of Malacca
Hu Jintao warned China about this moment more than twenty years ago. In 2003, the then Chinese president coined the phrase “Malacca dilemma” to describe a simple, brutal fact: the country’s economic… pic.twitter.com/X5PMAn4DNh
— James E. Thorne (@DrJStrategy) April 14, 2026
દરિયાઈ ચોકપોઈન્ટ્સ હવે બન્યા હથિયાર [Maritime Chokepoints as Weapons]
ટ્રમ્પનું આ પગલું આલ્ફ્રેડ થેર મહાનના [Alfred Thayer Mahan] તે સિદ્ધાંત પર આધારિત છે કે દરિયાઈ શક્તિ અને સાંકડા નાકા જ દુનિયાની મહાસત્તાઓનું ભવિષ્ય નક્કી કરશે. ચીને મધ્ય એશિયા અને રશિયાથી પાઈપલાઈનો બિછાવી કે ‘સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ [String of Pearls] જેવી યોજનાઓ દ્વારા આ જાળમાંથી બહાર નીકળવા પ્રયાસો કર્યા, પરંતુ તેલ અને ગેસના પરિવહન માટે દરિયાઈ રસ્તો જ સૌથી સસ્તો અને અનુકૂળ રહ્યો છે. આ જ કારણ છે કે ઇન્ડોનેશિયા સાથેનો આ સોદો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ [Donald Trump] માટે ચીન સામેનો સૌથી મોટો દાવ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: PM મોદીનો મહિલાઓને પત્ર: 2029થી અનામત લાગુ કરવાની ખાતરી

