અમેરિકા-ઈરાન સંઘર્ષની અસર: યુએઈએ ટ્રમ્પ પ્રશાસનને આપી સીધી ચેતવણી, ડોલરના બદલે ચીની ‘યુઆન’ માં થઈ શકે છે તેલનો વેપાર

UAE Yuan Oil Trade Warning

UAE Yuan Oil Trade Warning: ઈરાન અને અમેરિકા [USA] વચ્ચે વધી રહેલા તણાવની ગંભીર અસર હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) પર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ માટે યુએઈએ સીધી રીતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની [Donald Trump] નીતિઓને જવાબદાર ઠેરવી છે. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ [WSJ] ના અહેવાલ મુજબ, યુએઈએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ સંઘર્ષને કારણે બજારમાં અમેરિકી ડોલરની [USD] અછત સર્જાશે, તો તેઓ તેલ અને ગેસના વેપાર માટે ચીની કરન્સી યુઆન [Yuan] અથવા અન્ય વૈકલ્પિક ચલણનો ઉપયોગ શરૂ કરી દેશે.

વૈશ્વિક બજારમાં ડોલરનો દબદબો જોખમમાં? (UAE Yuan Oil Trade Warning?)

મેક્રોઈકોનોમિક એનાલિસ્ટ લ્યુક ગ્રોમેન [Luke Gromen] ના મતે, યુએઈએ પોતાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે અમેરિકા પાસે ‘ડોલર સ્વેપ લાઈન’ [Dollar Swap Line] ની માંગણી કરી છે. જો યુએઈ તેલના વેપાર માટે યુઆન અપનાવશે, તો તે દાયકાઓથી ચાલી આવતા ડોલરના વર્ચસ્વ માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર સાબિત થશે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન [China] પાસે પહેલેથી જ અનેક દેશો સાથે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ છે, જે યુએઈ માટે એક સરળ વિકલ્પ બની શકે છે.

બિન-ડોલર કરન્સી અને ભારત પર તેની અસર (Impact of Non-Dollar Currency and India)

જો અમેરિકા અને ઈરાન [Iran] વચ્ચેનો વિવાદ વકરશે તો કાચા તેલના [Crude Oil] ભાવ આસમાને પહોંચી શકે છે. આવી સ્થિતિમાં અનેક દેશો પોતાના મર્યાદિત ડોલર ભંડારને દેવું ચૂકવવા માટે અનામત રાખી ભવિષ્યના વેપારને અન્ય કરન્સીમાં શિફ્ટ કરી રહ્યા છે. નોંધનીય છે કે, ભારતે [India] તાજેતરમાં જ ઈરાન પાસેથી ખરીદેલા તેલ માટે ડોલરને બદલે યુઆનમાં પેમેન્ટ કર્યું છે. આ સિવાય ભારતની દિગ્ગજ ઈલેક્ટ્રોનિક્સ અને રિટેલ કંપનીઓ પણ ડોલર સામે રૂપિયાની નબળાઈને જોતા ચીની યુઆન તરફ વળવા ગંભીરતાથી વિચારી રહી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં હિંગળાજ માતાની યાત્રા સંપન્ન; 3 લાખ ભક્તો ઉમટ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *