કચ્છનો ‘ગાંડો બાવળ’ હવે જહાજો માટે બનશે ઈંધણ: કંડલામાં સ્થાપાશે દેશનો પ્રથમ બાયો-મિથેનોલ પ્લાન્ટ

Bio-Methanol Plant Kutch

Bio-Methanol Plant Kutch: કચ્છની ધરપકડ કરી ચૂકેલો અને પર્યાવરણ માટે પડકારરૂપ ગણાતો ‘ગાંડો બાવળ’ (Prosopis juliflora) હવે દેશના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપશે. કેન્દ્ર સરકારના વહાણવટા મંત્રાલય હેઠળ કાર્યરત દીનદયાલ પૉર્ટ ઑથૉરિટી [Deendayal Port Authority – DPA] દ્વારા કંડલા બંદરે આક્રમણકારી ગાંડા બાવળમાંથી બાયો-મિથેનોલ [Bio-Methanol] બનાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી માત્ર પ્રદૂષણ ઘટશે એટલું જ નહીં, પરંતુ દરિયાઈ જહાજો માટે ગ્રીન ફ્યુઅલ [Green Fuel] પણ ઉપલબ્ધ થશે.

ગાંડા બાવળમાંથી મિથેનોલ બનાવવાની પ્રક્રિયા (Bio-Methanol Plant Kutch)

ડીપીએના ચૅરમૅન સુશીલકુમાર સિંહ [Sushil Kumar Singh] ના જણાવ્યા મુજબ, થર્મોકેમિકલ રિઍક્શન [Thermochemical Reaction] દ્વારા ગાંડા બાવળ અને ખેતી પાકોના અવશેષોનું રૂપાંતર બાયો-મિથેનોલમાં કરવામાં આવશે. આ માટે કંડલામાં એક અદ્યતન ગેસીફાયર પ્લાન્ટ [Gasifier Plant] સ્થાપવામાં આવશે. જેમાં ઑક્સિજનની ગેરહાજરીમાં લાકડાનું અપૂર્ણ દહન કરી ‘સીન ગૅસ’ [Syngas] ઉત્પન્ન કરાશે, જેમાંથી શુદ્ધિકરણ બાદ પ્રવાહી સ્વરૂપે મિથેનોલ તૈયાર થશે.

કંડલા બંદર પર જહાજો માટે ગ્રીન ઈંધણની માંગ (Bio-Methanol Plant Kutch)

કંડલા બંદર હાલ દર મહિને અંદાજે 50,000 મેટ્રિક ટન બંકર ઑઇલ [Bunker Oil] પૂરું પાડે છે. જોકે, પરંપરાગત ઈંધણથી થતા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા યુરોપિયન યુનિયન [European Union] ના કડક નિયમોના કારણે શિપિંગ કંપનીઓ હવે ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો શોધી રહી છે. આ જરૂરિયાતને પહોંચી વળવા ડીપીએએ પુણેની થર્મેક્સ [Thermax] કંપની સાથે પ્લાન્ટ સ્થાપવા કરાર કર્યા છે. જાન્યુઆરી 2027 સુધીમાં આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે, જેની દૈનિક ક્ષમતા 5 મેટ્રિક ટન હશે.

જૈવવિવિધતા અને વન્યજીવો પર અસર (Bio-Methanol Plant Kutch)

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલૉજી [GUIDE] ના ડાયરેક્ટર ડૉ. વી. વિજય કુમાર [Dr. V. Vijay Kumar] ના મતે, કચ્છ અને પાટણમાં કરોડોની સંખ્યામાં રક્ષિત વન વિસ્તારની બહાર ગાંડા બાવળ ઉગેલા છે. નિષ્ણાતોના મતે, આ બાવળની કાપણીથી સ્થાનિક ઘાસ અને વૃક્ષોની પ્રજાતિઓને ફરી ઉગવાની તક મળશે, જે જૈવવિવિધતા [Biodiversity] માટે વરદાન સાબિત થશે. જોકે, વન્યજીવ નિષ્ણાત ડૉ. ભરત જેઠવા [Dr. Bharat Jethva] ચેતવણી આપે છે કે વરુ જેવા પ્રાણીઓના આશ્રયસ્થાનોમાં આ કાપણી વિવેકપૂર્ણ રીતે થવી જોઈએ.

આ પણ વાંચો: મહેમદાવાદમાં વર્ષો જૂનો વડલો ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *