Fennec Fox in Kutch: ગુજરાતની પ્રાકૃતિક વિવિધતામાં વધુ એક નવું છોગું ઉમેરાયું છે. કચ્છના નાના રણમાં [Little Rann of Kutch] પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગની ટીમને એક અત્યંત દુર્લભ સફળતા મળી છે. વચ્છરાજ બેટના પાછળના વિસ્તારમાં વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ એટલે કે ‘ફેનેક ફોક્સ’ [Fennec Fox] પ્રથમ વખત કેમેરામાં કેદ થયું છે. મુખ્યત્વે ઉત્તર આફ્રિકાના સહારાના રણમાં જોવા મળતી આ પ્રજાતિ ગુજરાતના રણ વિસ્તારમાં દેખાતા વન્યજીવ પ્રેમીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
રણ વિસ્તારમાં લુપ્ત થતી પ્રજાતિનું નવું સરનામું (Fennec Fox in Kutch)
કચ્છનું નાનું રણ [Desert] વર્ષોથી ઘુડખર અને અનેક પ્રવાસી પક્ષીઓ [Migratory Birds] માટે જાણીતું છે. જોકે, શિયાળની વસ્તી અહીં સતત ચિંતાનો વિષય રહી છે, કારણ કે સમગ્ર રણ વિસ્તારમાં માત્ર ૧૫૩ જેટલા શિયાળ હોવાનું નોંધાયું છે. વન વિભાગને તપાસ દરમિયાન વિસ્તારમાં ઊંડા ખાડા પણ મળી આવ્યા છે. નિષ્ણાતોના મતે, આ શિયાળ જમીનમાં ખાડો ખોદીને વસવાટ કરવાની આદત ધરાવે છે. ઉંદર, પક્ષીઓ અને નાના જીવજંતુઓ તેનો મુખ્ય ખોરાક છે.
આફ્રિકાના સહારા રણનું મહેમાન હવે ગુજરાતમાં? (Sahara Desert Fox in Gujarat)
ઘુડખર અભયારણ્યના ફોરેસ્ટ અધિકારી બી. એમ. પટેલ [B.M. Patel] ના જણાવ્યા અનુસાર, કેમેરામાં દેખાયેલું પ્રાણી ‘ફેનેક ફોક્સ’ હોવાની પ્રબળ શક્યતા છે. તેના કદ અને શારીરિક લાક્ષણિકતાઓ આ પ્રજાતિ સાથે સંપૂર્ણ મેળ ખાય છે. આ શોધ બાદ વન વિભાગે આ દિશામાં સઘન તપાસ અને દેખરેખ શરૂ કરી છે. મંત્રી ઋષિકેશ પટેલે [Rushikesh Patel] પણ આ અંગે ટ્વીટ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો કે આફ્રિકાની પ્રજાતિનું ગુજરાતમાં દેખાવું એ ગૌરવની વાત છે.
આ પણ વાંચો: દીકરીની કંઠી ઉતરાવતા પિતા ભડક્યા, કહ્યું ‘હું પાકિસ્તાનમાં નથી’

