GPSC Recruitment 2026 : ગુજરાતમાં સરકારી અધિકારી બનવાનું સપનું જોતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની [Competitive Exams] તૈયારી કરતાં ઉમેદવારો માટે એક અત્યંત સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ [Gujarat Public Service Commission] (GPSC) દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ની [Class 1 & 2 Officers] 250 થી વધારે નવી જગ્યાઓ ભરવા માટે બમ્પર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આજે 5 જૂન 2026 થી આ માટેના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે.
GPSC Recruitment 2026 : સૌથી વધુ જગ્યાઓ માર્ગ અને મકાન વિભાગમાં
આ નવી જાહેરાતમાં સૌથી મોટી અને નોંધપાત્ર ભરતી માર્ગ અને મકાન વિભાગમાં [Road and Building Department] ‘મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૨’ ની પોસ્ટ માટે છે, જેમાં સૌથી વધુ કુલ ૨૦૦ જગ્યાઓ પર સીધી નિમણૂક કરવામાં આવનાર છે. સરકારી ક્ષેત્રે એન્જિનિયરિંગમાં [Civil Engineering] કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક સુવર્ણ તક સાબિત થશે.
વહીવટી અને ટેકનિકલ પોસ્ટનો પણ સમાવેશ
એન્જિનિયરિંગ ઉપરાંત, આ જાહેરનામામાં અન્ય ઘણી મહત્વની જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટી વિભાગમાં સંશોધન અધિકારી (વર્ગ-૨) ની 20 જગ્યાઓ, ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં મદદનીશ ઇજનેરની (યાંત્રિક અને બાંધકામ) 35 જગ્યાઓ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી [DEO], ભૂસ્તરશાસ્ત્રી અને ઔદ્યોગિક સલામતી અધિકારી જેવી વિશિષ્ટ પોસ્ટ માટે પણ અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે ઉમેદવારો 19 જૂન 2026 (રાત્રિનાં ૧૧:૫૯ કલાક) સુધી ઓજસ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ [OJAS Portal] પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષા મોકૂફ,ભરતી બોર્ડનો મોટો આદેશ

