અમદાવાદમાં ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો માટે સાત્વિક ગરબાનું આયોજન

Belly & Beats

Belly & Beats નવરાત્રિના પાવન પર્વમાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર હોય છે, પરંતુ ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો ધરાવતા માતા-પિતા ભીડ અને ઘોંઘાટના ડરથી ગરબાની મજા માણી શકતા નથી. આ સમસ્યાના નિવારણ રૂપે અમદાવાદમાં એક અત્યંત સરાહનીય અને અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘ડિવાઈન મધર’ નામની સંસ્થા દ્વારા ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો માટે સુરક્ષિત એવા ‘Belly & Beats 2.0’ સાત્વિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મેડિકલ સુવિધાથી લઈને સાત્વિક ભોજન સુધીનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

Belly & Beats 17 ઓક્ટોબરે માત્ર 250 કપલ્સને જ અપાશે પ્રવેશ

‘Belly & Beats 2.0’ કાર્યક્રમ આગામી 17 ઓક્ટોબર, શનિવારના રોજ અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા ડૉ. મુકુલ પટેલ હોલ (જોધપુર કમ્યુનિટી હોલ) ખાતે યોજાશે. આ કાર્યક્રમ સાંજે 6:30 વાગ્યાથી શરૂ થશે. ભીડ અને ધક્કામુક્કી નિવારવા તેમજ વાતાવરણને આરામદાયક રાખવા માટે આયોજકો દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આ સાત્વિક ગરબામાં માત્ર 250 કપલ્સને જ પ્રવેશ આપવામાં આવશે. BookMyShow પર આ ઇવેન્ટનું બુકિંગ ઉપલબ્ધ છે.

ડીજેના ઘોંઘાટને બદલે ટ્રેડિશનલ સંગીત અને AC હોલ

સામાન્ય પાર્ટી પ્લોટ્સમાં મોટા ડીજે અને ભારે બાસ (Bass) ના કારણે ગર્ભવતી મહિલાઓને તકલીફ થતી હોય છે. આથી, આ કાર્યક્રમમાં અવાજનું પ્રદૂષણ ટાળવા મંડળી દ્વારા સંપૂર્ણ પરંપરાગત ગરબા સંગીત જ રજૂ કરવામાં આવશે. એટલું જ નહીં, ગરમી અને ભીડની અગવડતા ઘટાડવા માટે આખું આયોજન AC હોલમાં કરવામાં આવ્યું છે.

Belly & Beats ગાયનેકોલોજિસ્ટ, એમ્બ્યુલન્સ અને શુદ્ધ સાત્વિક ફૂડની વ્યવસ્થા

સૌથી મહત્વની બાબત એ છે કે ગર્ભવતી મહિલાઓની સુરક્ષા માટે કાર્યક્રમ સ્થળે એમ્બ્યુલન્સ અને નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટની વિશેષ સુવિધા સ્ટેન્ડબાય રાખવામાં આવશે, જેથી કોઈ પણ મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળાય. આ ઉપરાંત, ભોજનમાં લસણ-ડુંગળી, વધુ પડતા મસાલા કે આર્ટિફિશિયલ સોસનો ઉપયોગ ટાળીને શુદ્ધ સાત્વિક મેનુ તૈયાર કરાયું છે. જેમાં સૂપ, વેજિટેબલ ટિક્કી, મસાલા ચાટ, ડ્રમસ્ટિક શોરબા અને એવોકાડો ટોસ્ટ જેવી હેલ્ધી વાનગીઓ પીરસાશે.

પાસની કિંમત અને અન્ય આકર્ષણો

આ અનોખા ગરબા મહોત્સવ માટે કપલ પાસની કિંમત રૂ. 2,500 અને નાના બાળક સાથે આવતા પરિવાર માટે ફેમિલી પાસની કિંમત રૂ. 2,600 રાખવામાં આવી છે, જેમાં સાત્વિક ભોજનનો પણ સમાવેશ થાય છે. ગર્ભાવસ્થા અને પેરેન્ટહૂડની સફરને યાદગાર બનાવવા આ ઇવેન્ટમાં વિશેષ મહાઆરતી અને ફોટોગ્રાફીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *