શાળા સીલ: ગુજરાતના અમદાવાદમાં સ્કૂલે લોન ન ભરતા શાળાને સીલ કરવામાં આવી હતી. આ મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટસિ પણ સંચાલકોને પાઠવી છે. આ શાળામાં 300 બાળકના ભવિષ્યને લઇને પ્રશ્નાર્થ ઉભો થયો છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારની લોટસ સ્કૂલ વિવાદમાં આવી ગઇ છે. શાળાના ટ્રસ્ટે લોન લીધી હતી જે લોનની અંદાજે સવા કરોડ જેટલી રકમ સમયસર ભરપાઈ નહિ કરતા બેન્કે સ્કૂલ સામે કાર્યવાહી કરી છે. બેન્ક દ્વારા સ્કૂલને સિલ કરવામાં આવી છે. અંદાજે 35 વર્ષ જૂની સ્કૂલ સિલ થતાં 300થી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્કૂલે આવેલા વિદ્યાર્થીઓએ સ્કૂલના દરવાજે તાળું જોઈ પાછા ફર્યા હતા. બીજીતરફ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સંચાલકને કારણ દર્શક નોટિસ ફટકારી છે.
શાળા સીલ
નોંધનીય છે કે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે લોટસ હાયર સેકન્ડરી સ્કૂલ આવેલી છે. આ બિલ્ડિંગમાં પ્રથમ માળેથી ત્રીજા માળ સુધીની સ્કૂલ છે. સ્કૂલના ટ્રસ્ટ દ્વારા અગાઉ લોન લેવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંકમાંથી સ્કૂલના ટ્રસ્ટીઓ પૈકી ટ્રસ્ટીએ સ્કૂલને મોર્ગેજ મૂકીને લોન લેવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રસ્ટ દ્વારા 1.25 કરોડ લોનની રકમ ભરવામાં આવી નહોતી. સ્કૂલને લોન ભરવા અનેક નોટિસ આપવામાં આવી હતી. છતાં સ્કૂલે લોનની રકમ ભરપાઈ નહિ કરતા સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ મેજિસ્ટ્રેટ દ્વારા સ્કૂલનું બિલ્ડિંગ સિલ કરવા અંગેની નોટિસ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ નોટિસ વારંવાર આપવામાં આવ્યા છંતા પણ સ્કૂલ દ્વારા લોનની રકમ ભરવામાં આવી નહોતી જેથી પંજાબ નેશનલ બેન્ક દ્વારા સ્કૂલના દરવાજા પર સીલ મારવામાં આવ્યું છે. બેન્ક દ્વારા સ્કૂલને સિલ કરાયા બાદ સિલ ના ખોલવા માટેની નોટિસ લગાવવામાં આવી છે. સ્કૂલ સિલ થતાં બાળકો સ્કૂલે આવ્યા હતા પરંતુ સ્કૂલ પર તાળા જોઈ વિધાર્થીઓ પરત ફર્યા હતા.
આ પણ વાંચો- સૈફ અલી ખાનનો ‘દેવરા’ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ