ચરોતર દિવાન સમાજ કેળવણી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ પરિણામ મેળવનાર તેમજ ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
લાયન્સ ક્લબ હોલમાં યોજાયો સમારોહ
આણંદમાં મંગળવાર, તા. 20 ઓક્ટોબર, 2026ના રોજ લાયન્સ ક્લબ હોલ ખાતે આ સમારોહ યોજાયો હતો. તેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્રો એનાયત કરીને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો અને સમાજમાં શિક્ષણનું મહત્ત્વ વધારવાનો હતો.
ચરોતર દિવાન સમાજ કેળવણી મંડળ ના કાર્યક્રમમાં મહાનુભાવોઉપસ્થિત રહ્યા
સમારોહમાં ચરોતર દિવાન સમાજ કેળવણી મંડળના પ્રમુખ ઈમતીયાઝભાઈ મહંમદશા દિવાન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, આમંત્રિત મુખ્ય મહેમાન મહંમદશા એમ. દિવાન, જહીરભાઈ જી. કુરેશી, અતિથિ વિશેષ બિલાલશા એ. દિવાન, સલીમશા કે. દિવાન (કોર્પોરેટર), ડૉ. ફરહાનાબાનુ આઈ. દિવાન, ઇનતુભાઈ દિવાન અને બરખા સૈયદ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મંડળના કારોબારી સભ્યો, વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ
આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને યોગ્ય પ્રોત્સાહન મળે છે. સાથે જ, અન્ય વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળે છે.કાર્યક્રમનું સફળ સંચાલન અયાજશા એમ. દિવાને કર્યું હતું. સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો અને સમાજના સભ્યોએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવી હતી.
ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માત્ર પેન્ડિંગ FIR ના બહાને નિવૃત્ત કર્મચારીની ગ્રેચ્યુઇટી રોકી શકાય નહીં

