આજે વિધાનસભા ચોમાસું સત્રનો છેલ્લો દિવસ,સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે

વિધાનસભા

ગુજરાત વિધાનસભા ના આજે ચોમાસા સત્રનો છેલ્લો દિવસ છે. આજે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે સ્પેશિયલ કોર્ટ સ્થાપિત કરવાના વિધેયકને ગૃહમાં રજૂ કરવાની તૈયારીમાં છે. આજે આ ખરડો વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.

વિધાનસભા

રાજ્યમાં ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા હોવાની બાબતો બહાર આવી છે. આ કિસ્સાઓમાં પકડાયેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમની દંડનાત્મક કોર્ટ કાર્યવાહી ખાસ કોર્ટમાં હાથ ધરવામાં આવશે.આ કોર્ટોની સ્થાપના ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં ન્યાય અપાવવા અને તેનાથી ભ્રષ્ટાચાર રોકવા માટે અસરકારક પ્રયાસ તરીકે આગળ આવશે.

ભ્રષ્ટાચાર આચરનાર અધિકારીઓની મિલકતોને જપ્ત કરવાની સત્તા પણ સ્પેશિયલ કોર્ટને આપવામાં આવશે. તે ઉપરાંત, આરોપી અને તેમના સંબંધીઓના નામે ખરીદેલી મિલકતોને પણ જપ્ત કરવી શક્ય બનશે. સરકાર આ નવા કાયદા દ્વારા ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં મજબૂત કાનૂની પગલાં ભરવા માંગે છે. ઘણા કિસ્સાઓમાં અધિકારીઓ લાંચ લઈ મોટી સંપત્તિમાં રોકાણ કરતા હોવાનું જોવા મળ્યું છે, જેમાં મોટા ફાર્મ હાઉસ, સોના અને અન્ય મિલકતોનો સમાવેશ થાય છે. આ બિલ પસાર થતાં આવા અધિકારીઓની મિલકતોને જપ્ત કરવાની કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવશે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ના આજે ચોમાસા સત્રનો છેલ્લો દિવસ છે. આજે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે સ્પેશિયલ કોર્ટ સ્થાપિત કરવાના વિધેયકને ગૃહમાં રજૂ કરવાની તૈયારીમાં છે. આજે આ ખરડો વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે સ્પેશિયલ કોર્ટ સ્થાપિત કરવાના વિધેયકને ગૃહમાં રજૂ કરવાની તૈયારીમાં છે. આ કાયદો રાજ્યમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં વધુ ગતિ અને સખત પગલાં લેવા માટેનો મહત્વાકાંક્ષી પ્રયાસ ગણાઈ રહ્યો છે

આ પણ વાંચો – રામ મંદિર બનાવવા માટે જાણો કેટલો ખર્ચ થયો, કેટલું દાન મળ્યું ? આ રહ્યો સંપૂર્ણ હિસાબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *