ગુજરાત સરકારે PMJAYને લઇને નવી SOP જાહેર કરી

New SOP regarding PMJAY

  New SOP regarding PMJAY – ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી એક મોટી કૌભાંડની ઘટના બાદ, સરકારે નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં યોજના હેઠળ કૌભાંડ આચરાયાનો પર્દાફાશ થયા બાદ સરકારે યોજનાને લઈ નવી SOP તૈયાર કરી છેઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી હતી. નવી SOPમાં આ યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં હ્રદય રોગના નિષ્ણાંત તબીબો ફૂલટાઈમ રાખવા પડશે. અગાઉ હ્રદયરોગના નિષ્ણાંત તબીબો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી એક સાથે ત્રણ હોસ્પિટલમાં સેવા આપી શકતા હતાં. તો એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જે દર્દીની કરવામાં આવે તેના પરિવારજનો ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે.

New SOP regarding PMJAY – નોંધનીય છે કે રાજ્ય સરકારે ખાનગી ક્ષેત્રના તજજ્ઞોને સાંકળીને, આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસુતિ સેવાઓ પૂરી પાડવા તેમજ રાજ્યના હાઇ પ્રાયોરીટી તાલુકાઓ કે જેમાં નવજાત શિશુ માટે NICUની સુવિધા મળી રહે તે હેતુથી “ચિરંજીવી યોજના” અને “બાલસખા યોજના”ના લાભોને પણ “PMJAY-મા” યોજનામાં સમાવિષ્ટ કરી છે. રાજ્યના સામાન્ય પ્રજા તેમજ છેવાડાના માનવીને યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે હૉસ્પિટલની નોંધણી કરીને યોજનાનો લાભા આપવાનો ઉદ્દેશ છે.

PMJAY યોજનામાં ગુજરાત રાજ્યમાં અંદાજે 97 લાખ કુટુંબો/ 2.65 કરોડ લાભાર્થીઓ આ યોજનામાં જોડાઈને અંદાજિત 900થી વધુ ખાનગી તથા 1500થી વધુ સરકારી હૉસ્પિટલો ખાતે નિયમિત સારવાર મેળવી રહ્યા છે.

રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ને બનાવવામાં આવ્યું છે. યોજના અંતર્ગત ખાનગી હૉસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવા માટે સરકારી તેમજ GMERS Medical Collegesમાંથી અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમપેન્લડ હૉસ્પિટલની મુલાકાત લઈ સારવાર સંબધિત પૂરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મૂકશે.

– CDHO/MOH દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હૉસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.

– થર્ડ પાર્ટી ઓડિટના ભાગ રૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે. જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે બેથી ત્રણ ટકા કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે.

– વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવ્યું છે.

– હૉસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો સંભવિત દુરઉપયોગ થતો અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટ્રીગર જનરેટ કરવા વિનંતી કરવામાં આવી છે.

– ભારત સરકાર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી સર્વગ્રાહી તેમજ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની ગુણવત્તા સભર શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ છે.

– રાજ્યમાં PMJAY-MA યોજના અંતર્ગત 4 ડિસેમ્બર 2024 સુધી કુલ 72,79,797 દાવાઓ માટે 15562.11 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો –      ભાજપના નેતાનું મોટું નિવેદન, ‘મનુસ્મૃતિનું અપમાન કરવું એ અપરાધ છે…’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *