અજમેર દરગાહ પર PM મોદીએ ચાદર ચઢાવવા મોકલી તો ઓવૈસી ભડ્કયા,જાણો શું કહ્યું…

Asaduddin Owaisi on PM Modi- ભારતના તમામ વડાપ્રધાનો દર વર્ષે અજમેર દરગાહ પર ચાદર ચઢાવતા આવ્યા છે. આ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય લઘુમતી પ્રધાન કિરેન રિજિજુને અજમેર દરગાહ પર ચાદર ચઢાવવા મોકલી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. AIMIM ચીફ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીને અજમેર શરીફ દરગાહ પર ચાદર મોકલવા પર ટિપ્પણી કરી છે.

Asaduddin Owaisi on PM Modi- ઓવૈસીએ કહ્યું કે, “આખા દેશમાં ભાજપ, સંઘ પરિવાર અને તેમના તમામ સંગઠનો કોર્ટમાં જઈને કહી રહ્યા છે કે અહીં ખોદકામ કરવું જોઈએ, અૉ આ મસ્જિદ નથી, આ કોઈ દરગાહ નથી. અહાં કોઇ કબ્રસ્તાન નથી.જો તમે ચાદર ચઢાવો તો આ બધું બંધ થઈ જશે, પરંતુ તમારા પોતાના અનુયાયીઓ કોર્ટમાં જઈને કહે છે કે ખ્વાજાની દરગાહ નથી.

કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ પીએમ મોદી વતી ચાદર ચઢાવવા અજમેર શરીફ ગયા છે. પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા રિજિજુએ કહ્યું કે ‘આ પવિત્ર અવસર પર અમે દેશમાં સારું વાતાવરણ બનાવવા માંગીએ છીએ. આ આપણા દેશની જૂની પરંપરા છે. ઉર્સ દરમિયાન મને અજમેર દરગાહની મુલાકાત લેવાની અને વડાપ્રધાન વતી ગરીબ નવાઝને ચાદર ચઢાવવાની જે તક મળી તેમાં વડાપ્રધાનનો ભાઈચારાનો સંદેશ છુપાયેલો છે.”

આ પણ વાંચો-  PM Modi’s Gift To Jill Bide : PM મોદીએ બિડેન પરિવારને આપી વર્ષની સૌથી મોંઘી ભેટ, જાણો શું છે તેની ખાસિયત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *