Gun License Application -2024ના અંતે અમદાવાદમાં ગુનાખોરીનો પ્રમાણ વધી રહ્યો છે,શહેરમાં લોકો ભયમાં જીવી રહ્યા છે. જેના લીધે અમદાવાદમાં હથિયાર માટેના લાયસન્સની અરજીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.પોલીસ કમિશનરની કચેરીને અગાઉના વર્ષો કરતાં 2024ના વર્ષે હથિયાર માટેના લાઇસન્સ મેળવવાની અરજીઓમાં વધારો જોવા મળ્યો છે. આ વર્ષે, 259 અરજીઓ દાખલ થઈ છે, જેમાંથી 71 લાઇસન્સ મંજૂર કરવામાં આવ્યા છે અને 79 અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ 109 અરજીઓ હજુ પણ પોલીસ દ્વારા વિચારાધીન છે.
Gun License Application- વર્ષ 2022 માં હથિયારના લાયસન્સ માટે કમિશનર કચેરી ખાતે 216 અરજીઓ કરવામાં આવી હતી, જેમાં 118 વ્યક્તિઓને લાઇસન્સ આપવામાં આવ્યા હતા, જ્યારે 80 અરજીઓને ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદના વર્ષે અરજીની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો અને કુલ 191 અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી 77 મંજૂર કરવામાં આવી હતી અને 80 અરજીઓને ફગાવી દેવામાં આવી હતી.
વર્ષ 2024માં હથિયારના લાયસન્સ માટેની અરજીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વર્ષે 259 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જ્યારે તે પૈકીની અરજીઓમાંથી 71 લાઇસન્સ મંજૂર કરવામાં આવ્યા છે, 79 અરજીઓને ફગાવી દેવામાં આવી છે. તેમ છતાં પોલીસ પાસે 109 જેટલી અરજીઓ વિચારાધીન છે.
આ પણ વાંચો – Delhi BJP Candidate List:પ્રવેશ વર્મા કેજરીવાલ સામે ચૂંટણી લડશે, દિલ્હીમાં ભાજપની પ્રથમ યાદી જાહેર