BCCI નવા સચિવ 2025- દેવજીત સૈકિયાએ શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ પદ માટે નામાંકન દાખલ કર્યું, જેની છેલ્લી તારીખ 4 જાન્યુઆરી, સાંજે 4 વાગ્યા સુધી હતી. અન્ય કોઈ ઉમેદવારે સૈકિયા સામે અરજી ન કરતાં, જય શાહના સ્થાને દેવજીત સૈકિયા BCCI ના નવા સચિવ બનવા માટે લગભગ નિશ્ચિત છે.
BCCI નવા સચિવ 2025- જય શાહ 1 ડિસેમ્બર, 2024થી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના અધ્યક્ષ બન્યા પછી, સૈકિયા BCCI ના વચગાળાના સચિવ તરીકે કામ કરી રહ્યા છે. શાહના રાજીનામા બાદ BCCI પ્રમુખ રોજર બિન્નીએ સૈકિયાને આ પદ પર નિયુક્ત કર્યા હતા. BCCI ની વેબસાઈટ પર ઉપલબ્ધ ચૂંટણી સમયપત્રક અનુસાર, સેક્રેટરી પદ માટે એકમાત્ર અરજી સૈકિયા દ્વારા દાખલ થઈ, જેના કારણે તેમની નિમણૂક લગભગ નિશ્ચિત માનવામાં આવે છે
BCCI ની ચૂંટણી પ્રક્રિયા અનુસાર, સેક્રેટરી પદ માટે નામાંકન 4 જાન્યુઆરી, 2025 સુધી ખુલ્લું હતું. સૈકિયાની એકમાત્ર અરજીને કારણે, 12 જાન્યુઆરી, 2025 ના રોજ મુંબઈમાં યોજાનારી સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) માં તેમની નિમણૂકની ઔપચારિક જાહેરાત થવાની સંભાવના છે. આ બેઠકમાં સૈકિયા સાથે નવા ખજાનચી પ્રભતેજ સિંહ ભાટિયાની પણ નિમણૂકની પુષ્ટિ થઈ હતી
કોણ છે દેવજીત સૈકિયા?
દેવજીત સૈકિયાનો જન્મ 1969માં આસામના ગુવાહાટીમાં થયો હતો. ક્રિકેટ પ્રત્યેનો તેમનો શોખ તેમને યુવાનીમાં આ રમત તરફ લઈ ગયો, પરંતુ 21 વર્ષની ઉંમરે તેમણે પ્રોફેશનલ ક્રિકેટ છોડીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સૈકિયાએ અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી અને કાયદાનો અભ્યાસ પૂર્ણ કરીને વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી. આસામ ક્રિકેટ એસોસિએશન (ACA) સાથેના તેમના લાંબા સંબંધ અને ICC ની વિવિધ સમિતિઓમાં સભ્યપદે તેમની નિપુણતા તેમને BCCI ના સચિવ પદ માટે યોગ્ય ઉમેદવાર બનાવે છે