કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ આપ્યું રાજીનામું

Justin Trudeau Resigns

Justin Trudeau Resigns –  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ નિર્ણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રુડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમની લિબરલ પાર્ટીના પ્રમુખને નવા નેતાની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે સંસદ 24 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવશે, અને જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કાર્યકારી વડા પ્રધાન તરીકે રહેશે.

Justin Trudeau Resigns- જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 53 વર્ષીય ટ્રુડોએ સોમવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “પાર્ટી નવા નેતાની પસંદગી કરે પછી હું પાર્ટીના નેતા અને વડા પ્રધાન તરીકે રાજીનામું આપવા માંગુ છું.” નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કેરટેકર કેપેસિટીમાં વડાપ્રધાન રહેશે.

જસ્ટિન ટ્રુડો 11 વર્ષ સુધી લિબરલ પાર્ટીના નેતા અને નવ વર્ષ વડાપ્રધાન રહ્યા. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓથી લઈને મુખ્ય સહાયકોના રાજીનામા અને ઓપિનિયન પોલ સુધી તે સંખ્યાબંધ કટોકટીનો સામનો કરી રહ્યો હતો. જસ્ટિન ટ્રુડોએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, “આ દેશ આગામી ચૂંટણીમાં વાસ્તવિક પસંદગીને પાત્ર છે, અને મારા માટે તે સ્પષ્ટ થઈ ગયું છે કે જો મારે આંતરિક લડાઈ લડવી પડશે, તો હું તે ચૂંટણીમાં શ્રેષ્ઠ પસંદગી બની શકતો નથી.

આ પણ વાંચો – ચીન બાદ ભારતમાં HMPV વાયરસની એન્ટ્રી, જાણો તેના લક્ષણો અને તકેદારીના પગલાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *