સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્ન પર રિવ્યુ પિટિશન ફગાવી

Same-Sex Marriage- સુપ્રીમ કોર્ટે ગુરુવારે સમલૈંગિક લગ્ન અંગેની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ બી.આર. ગવઈ, જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ બી.વી. નાગરથના, જસ્ટિસ પી.એસ. જસ્ટિસ નરસિમ્હા અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. ચીફ જસ્ટિસ જસ્ટિસ સંજીવ ખન્નાએ 10 જુલાઈ, 2024ના રોજ રિવ્યુ પિટિશનની સુનાવણીમાંથી પોતાને દૂર કર્યા પછી નવી બેંચની રચના કરવામાં આવી હતી.

Same-Sex Marriage- લગ્ન એ મૂળભૂત અધિકાર નથી’ ઓક્ટોબર 2023માં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ નિર્ણય આપ્યો હતો. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લગ્ન એ મૂળભૂત અધિકાર નથી અને ગે લગ્નને માન્યતા આપવી સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે.

 

આ પણ વાંચો-  Kho Kho World Cup 2025 : ખો-ખો વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *