Sarangpur Overbridge Forelane – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કામગીરીના ભાગરૂપે 440 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપી છે. આ આયોજનમાં કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન બનાવવા સહિતના વિકાસકામો સામેલ છે. આ માટે રાજ્ય સરકારએ 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયાં ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.
Sarangpur Overbridge Forelane – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિરાસત ભી વિકાસ ભી’ના ધ્યેય સાથે રેલવે સ્ટેશનોના ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી નાગરિકોના જીવનના સુવિધા સ્તર (ઈઝ ઓફ લિવિંગ)માં સુધારો થાય. આ વિકાસકામોમાં અમદાવાદ રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટ અને વર્ષો જૂના કાલુપુર-સાળંગપુર રેલવે ઓવરબ્રિજના ફોર-લેનનું નવીકરણ પણ સામેલ છે. આ પ્રોજેક્ટ માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર તરફથી નાણાં ફાળવવાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2010માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજની પહોળાઈ વધારવા માટે આ રકમ મંજૂર કરી છે. આ ઓવરબ્રિજનું નિર્માણ 108 વર્ષ પહેલા 1915માં કાલુપુર પર અને 83 વર્ષ પહેલા 1940માં સાળંગપુર પર થયું હતું. હાલમાં, કાલુપુર રેલવે ઓવરબ્રિજ (મનુભાઈ પરમાર બ્રિજ) બંને તરફ ફુટપાથ સાથે થ્રી-લેન છે, અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજ ટુ-લેન પહોળાઈ ધરાવે છે.
આ પણ વાંચો – મહેમદાવાદના કેસરા ગામે બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો