Mega demolition in Juhapura: સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે નવા બ્રિજ આ મહિનાથી થશે શરૂ, હાલ જુહાપુરામાં મેગા ડિમોલેશન!

Mega demolition in Juhapura:  સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે 1200 કરોડના ખર્ચે 4 નવા બ્રિજ બનાવવાની કામગીરી મે મહિનાથી શરૂથવાની સંભાવના છે.  આ કામના ભાગરૂપે, નારોલ-સરખેજ વિસ્તારમાં જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અહીંના કેટલાક દુકાનદારો અને રહેવાસીઓ સ્વૈચ્છિક રીતે દુકાનો અને મકાનો તોડી રહ્યા છે. સર્વિસ રોડ પહોળા કરવા માટે અને બ્રિજ માટે જગ્યા બનાવવાના હેતુથી આ ડિમૉલિશન કરી રહ્યું છે. પરંતુ, આ કામના પરિણામે ઘણા લોકોએ રોજગારી અને ધંધા અંગે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Mega demolition in Juhapura:  જુહાપુરા વિસ્તારમાં અને સમગ્ર અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘણા વર્ષોથી વધી રહી છે. સૌરાષ્ટ્રથી આવનારા લોકોને આ વિસ્તારમાં ખૂણાની ટ્રાફિકના કારણે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. અહીંના રહેવાસીઓએ ઘણા વર્ષોથી એક બ્રિજ બનાવવાની માગ કરી હતી. હવે, 781 કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા છે અને નારોલથી ઉજાવા ચોકડી સુધીના 10.6 કિલોમીટર માર્ગ પર કોરીડોર અને બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદના મુસ્લિમ વસ્તી ધરાવતા જુહાપુરા વિસ્તારમાં હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડિમોલેશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, સતત હાલ ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે. વિસ્તારના લોકો પણ સહકાર આપી રહ્યા છે.શાંતિથી હાલ કામગીરી થઇ રહી છે.

આ પણ વાંચો – Robofest at Science City :અમદાવાદની સાયન્સ સિટીમાં રોબોફેસ્ટ ગુજરાત 4.0નું ભવ્ય આયોજન, 21 થી 24 જાન્યુઆરી સુધી ચાલશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *