ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ ( gujarat rain ) જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
નોધનીય છે કે ( ( gujarat rain ) હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે માણાવદરમાં 10.2 ઈંચ, વિસાવદરમાં 9 ઈંચ, પલસાણામાં 7.6 ઈંચ, કેશોદમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના કામરેજ, પારડી, ચીખલી, માણિયા હાટીના, વાપી, દ્વારકા, કપરાડા અને બારડોલીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના લીધે પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.( gujarat rain )દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે