Indian fishermen arrested: શ્રીલંકાની નૌકાદળે 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી

Indian fishermen arrested: શ્રીલંકન નેવીએ ગેરકાયદે માછીમારીના આરોપમાં 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આ ઉપરાંત ત્રણ ટ્રોલર પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી 25 અને 26 જાન્યુઆરીના રોજ શ્રીલંકાના ઉત્તર-પૂર્વીય મનાર જિલ્લાના દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવી હતી.

શા માટે માછીમારોની ધરપકડ કરવામાં આવી?
Indian fishermen arrested: રામનાથપુરમ ફિશરીઝ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના નૌકાદળે રામેશ્વરમના સચિન અને થંગાચીમડમના ડેનિયલ અને રૂબિલ્ડનની માલિકીની ત્રણ બોટને ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL)નું ઉલ્લંઘન કરવા બદલ જપ્ત કરી હતી. પકડાયેલા માછીમારોને આગળની કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.

માછીમાર સંગઠને વિરોધ કર્યો હતો
Indian fishermen arrested: ભારતીય માછીમાર સંગઠનોએ આ ધરપકડોને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેઓ ભારે દંડ વિના માછીમારોને મુક્ત કરવા પગલાં ભરે. આ ઉપરાંત જપ્ત કરાયેલી બોટોને પરત લાવવાની પણ માંગ કરવામાં આવી છે.

આ અઠવાડિયે 41 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા

નોંધનીય છે કે આ અઠવાડિયે ભારતીય હાઈ કમિશને માહિતી આપી હતી કે શ્રીલંકામાં અટકાયતમાં લેવાયેલા 41 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, 12 જાન્યુઆરીએ આઠ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને બે ફિશિંગ ટ્રોલર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદ છે ભારત અને શ્રીલંકા વચ્ચે માછીમારોને લઈને આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. શ્રીલંકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદે માછીમારીના કિસ્સાઓને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. માછીમારો ઘણીવાર માછીમારી કરતી વખતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખાનું ઉલ્લંઘન કરે છે, જેના કારણે તેમને શ્રીલંકાની નૌકાદળની કાર્યવાહીનો સામનો કરવો પડે છે.

 

આ પણ વાંચો-  કોલ્ડપ્લેએ અમદાવાદનો માન્યો ખાસ આભાર, કહી આ મોટી વાત, જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *