અમદાવાદના 614મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ‘દૂરબીન’ દ્વારા ભવ્ય નાઇટવોકનું કરાયું આયોજન

ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદના 614મા જન્મદિવસની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે શહેરની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરનો ઇતિહાસ લોકો સુધી પહોંચાડવા માટે ‘ધ દૂરબીન’ સંસ્થા દ્વારા નાઇટવોકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ નાઇટવોક આવતીકાલે, 26 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે, જેમાં માત્ર 100 લોકો જ ભાગ લઈ શકશે.

નોંધનીય છે કે આ આયોજન દ્વારા અમદાવાદનો  ગૌરવમય ઇતિહાસને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાનો છે,  આ નાઇટવોકના આયોજનમાં ભાગ લેવાના ઇચ્છુક લોકોએ વહેંલા તે પહેલા ધોરણે નોંધણી કરાવવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઐતિહાસિક વારસા, માતૃભાષા અને સંસ્કૃતિને જનજન સુધી પહોચાડવાનું કાર્ય છેલ્લા 12 વર્ષથી કરી રહી છે. આ સંસ્થા સાથે જોડાયેલા યુવા વર્ગ અમદાવાદ તથા ગુજરાતના વિવિધ શહેરોના ગૌરવવંતા વારસાને આજની તથા આવનારી યુવા પેઢી સુધી પહોચાડવા માંગે છે અને તે અંગે સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ છે. “ધ દૂરબીન” દ્વારા અમદાવાદ ખાતે રવિવારના રોજ અલગ અલગ 18 પ્રકારની હેરીટેજ વોક થકી અમદાવાદ ના ઐતિહાસિક સ્થાપત્યો, હેરિટેજ ફૂડ, સાબરમતી આશ્રમ, વગેરે જેવા સ્થળો અને તેમાં રહેલા ઐતિહાસિક વારસાને લોકો સુધી પહોચાડવાનું કાર્ય કરવામાં આવે છે.

હેરિટેજ નાઈટ વૉક ( Heritage Night Walk )

તારીખ : 26-02-2025
સમય : રાત્રે 8:30 કલાકે
સ્થળ : સિદ્દી સૈયદની જાળી, લાલ દરવાજા, અમદાવાદ

રજીસ્ટ્રેશન લિંક :

https://forms.gle/ot7SYGXTrijTE1PH7

વધુ વિગતો માટે સંપર્ક :
પાર્થ શર્મા : +91-8905184172

અત્યંત મહત્વનું
હેરિટેજ નાઈટ વૉક ફ્રી છે પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.
હેરિટેજ નાઈટ વૉક *માત્ર 100 વ્યક્તિ માટે જ છે.

ખાસ આપના માટે :
1.) હેરિટેજ નાઈટ વૉક માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
2.) એક ફોર્મ એક વ્યક્તિ માટે જ માન્ય ગણાશે, જેથી વ્યક્તિ દિઠ અલગ ફોર્મ ભરવાનો આગ્રહ રાખવો.
3.)હેરિટેજ નાઈટ વૉક દરમિયાન ભારતીય પરંપરાને અનુસરે તેવા કપડા પહેરવા વિનંતી.
4.)હેરિટેજ નાઈટ વૉક રદ કરવાનો કે સમય બદલવાનો નિર્ણય ધ દૂરબીન પાસે રહેશે.
5.) ન્યાયક્ષેત્ર અમદાવાદને આધિન.

 

આ પણ વાંચો – Ahmedabad air taxi : એર ટેક્સી હવે અમદાવાદ રિવરફ્રન્ટ પરથી ઉડશે! આ છે તેની ખાસિયત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *