Ahmedabad air taxi : એર ટેક્સી હવે અમદાવાદ રિવરફ્રન્ટ પરથી ઉડશે! આ છે તેની ખાસિયત!

Ahmedabad air taxi

Ahmedabad air taxi – અમદાવાદમાં રિવરફ્રન્ટ પર એર ટેકસીનું પ્રોજેક્ટ શરૂ થવાનું છે, જે અમદાવાદ અને માંડવી (કચ્છ) વચ્ચે ટ્રાયલની તૈયારી કરી રહ્યું છે. આ માટે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ (eVTOL) બેટરી આધારિત એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે, જેનું મુખ્ય લક્ષ્ય એ એર ટેકસીને વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ માટે અનુકૂળ બનાવવાનો છે.કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગે આ મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં એર ટેક્સી હેલિકોપ્ટર કરતાં વધુ સલામત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Ahmedabad air taxi – ડીજીસીએની ટીમે ગુજરાતની મુલાકાત પણ લીધી છે, જે સૂચવે છે કે આ પ્રોજેક્ટ માટે એવિયેશન વિભાગ દ્વારા જરૂરી પરીક્ષણો અને મંજૂરી માટે કાર્ય હાથ ધરવામાં આવી રહ્યા છે.આ નવું બેટરી આધારિત ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ (eVTOL) એરક્રાફ્ટ એડવાન્સ એયર મોબિલિટી માટેના એક મહત્વપૂર્ણ પગલાં તરીકે માનવામાં આવે છે. આ પ્રકારના એરક્રાફ્ટને રનવેની જરૂર પડતી નથી અને તે હેલિકોપ્ટર જેવી રીતે ઊડી શકે છે, પરંતુ વધુ પર્યાવરણ અનુકૂળ, ઓછું શોર કરતું અને ઓછું ઈંધણ બળે છે.

વિશેષતાઓ:

  • પર્યાવરણ અનુકૂળ: બેટરી આધારિત હોવાથી તે પર્યાવરણ પર ઓછો પ્રભાવ પાડે છે.
  • શોર ઓછું: હેલિકોપ્ટર કરતા આ વધારે શાંતિપૂર્ણ રીતે કામ કરે છે.
  • રનવેની જરૂર નથી: એ રીતે તે ટેક ઓફ અને લાન્ડિંગ કરી શકે છે જેમ કે હેલિકોપ્ટર.
  • સલામતી: સેન્સર આધારિત સોફ્ટવેર હોવાથી એ વધુ સલામત છે અને હેલિકોપ્ટર કરતાં વધુ કાબૂમાં રહે છે.
  • ક્ષમતા: આ પ્રકારના એરક્રાફ્ટમાં બે થી છ મુસાફરો હવાઈ યાત્રા કરી શકે છે.

નોંધનીય છે કે આ એર ટેકસી પ્રોજકટ ક્યારે શરૂ થાય છે હવે એ જોવાનું રહેશે , બધાની નજર આ પ્રોજકટ પર હશે, આ પ્રોજકટ કેટલું સફળ થશે એ તો આવનાર સમય જ બતાવશે.

 

આ પણ વાંચો – મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર શ્રધ્ધાળુઓ માટે 42 કલાક રહેશે ખુલ્લા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *