અભિનવ બિન્દ્રાને મળ્યું IOCનું સૌથી મોટું સન્માન, 16 વર્ષ પહેલા શૂટિંગમાં જીત્યો હતો ગોલ્ડ મેડલ

Olympic Order

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક માં તેમની શ્રેષ્ઠ સેવાઓ બદલ ‘ઓલિમ્પિક ઓર્ડર’ ( Olympic Order)  એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી.અભિનવ બિન્દ્રાની ગણતરી ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. ભારત માટે શૂટિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર તે એકમાત્ર ભારતીય છે..

ભારતના યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ અભિનવ બિન્દ્રાને ‘ઓલિમ્પિક ઓર્ડર’થી (Olympic Order) સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે ‘X’ પર લખ્યું કે ‘ઓલિમ્પિકમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવા બદલ અભિનંદન. તેની સિદ્ધિ આપણને ગર્વ આપે છે અને તે ખરેખર તેના લાયક છે. તેણે શૂટર્સ અને ઓલિમ્પિક સહભાગીઓની પેઢીઓને પ્રેરણા આપી છે.

IOC ચીફે બિન્દ્રાને પત્ર લખ્યો હતો
ઓલિમ્પિકના સમાપનના એક દિવસ પહેલા 10 ઓગસ્ટે પેરિસમાં 142માં IOC સત્ર દરમિયાન એવોર્ડ સમારોહ યોજાશે. IOC પ્રમુખે 20 જુલાઈના રોજ અભિનવ બિન્દ્રાને સંબોધિત કરેલા પત્રમાં લખ્યું હતું કે મને તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે IOC એક્ઝિક્યુટિવ બોર્ડે તમને ઓલિમ્પિક ચળવળમાં શ્રેષ્ઠ સેવાઓ માટે ‘ઓલિમ્પિક ઓર્ડર’ આપવાનો નિર્ણય કર્યો છે.

આઇઓસીનો સૌથી મોટો એવોર્ડ

ઓલિમ્પિક ઓર્ડર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનો સર્વોચ્ચ પુરસ્કાર છે, જે ઓલિમ્પિક ચળવળમાં વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. આ માટે નામાંકન ઓલિમ્પિક ઓર્ડર કમિટી દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવે છે અને એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 1975માં કરવામાં આવી હતી.

બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો

41 વર્ષના અભિનવ બિન્દ્રાએ 2008 બેઈજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર તે ભારતનો પ્રથમ ખેલાડી છે. તે 2010 થી 2020 સુધી ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની એથ્લેટ્સ કમિટીના સભ્ય હતા, જેમાંથી તે 2014 થી તેના પ્રમુખ છે. તેઓ 2018 થી IOC એથ્લેટ્સ કમિશનના સભ્ય છે.

 આ પણ વાંચો –હાર્દિક પંડ્યા જ નહીં ભારતના આ ક્રિકેટરોએ પણ આપ્યા છે છૂટાછેડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *