Motera Demolition : અમદાવાદના મોટેરા જુના ગામમાં [Motera Village] આસારામ આશ્રમ પાસે આવેલા 36 જેટલા મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશનની [Mega Demolition Drive] કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, ચાંદખેડા પોલીસના કાફલા સાથે પહોંચેલી AMC ની ટીમને સ્થાનિક રહીશોના ભારે આક્રોશ અને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
Motera Demolition : ‘મકાન નહીં તોડવા દઉં, અહીં જ મરી જઈશ’
પોલીસ અને AMC ની ટીમ મોટેરા જુના ગામમાં પહોંચતા જ સ્થાનિકો દસ્તાવેજો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. અધિકારીઓએ માઇકમાં એનાઉન્સમેન્ટ કરીને લોકોને માત્ર 30 મિનિટમાં મકાન ખાલી કરી દેવા સૂચના આપતા મામલો ગરમાયો હતો. ડિમોલિશનની કાર્યવાહીથી ભયભીત થયેલી એક યુવતીએ રડતાં-રડતાં અધિકારીઓને કહ્યું કે, “હું અહીંયા જ મરી જઈશ, પણ મારું મકાન તોડવા નહીં દઉં.”
Motera Demolition : આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર યુવકની અટકાયત
ભારે વિરોધ અને તંગદિલી વચ્ચે એક સ્થાનિક યુવકે આત્મવિલોપન [Suicide Threat] કરવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી. તેણે કહ્યું કે જો કંઈ થશે તો તેની જવાબદારી અધિકારીઓની રહેશે. આ સાંભળતા જ પોલીસે તાત્કાલિક તે યુવકની અટકાયત [Detention] કરી લીધી હતી. આના પગલે અન્ય ગ્રામજનો પણ રસ્તા પર બેસી ગયા હતા અને આત્મવિલોપનની ચીમકી આપતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું.
સ્કૂલો શરૂ થઈ રહી છે, અમે ચોમાસામાં ક્યાં જઈશું?
સ્થાનિક રહેવાસીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે તેમનું 50 વારનું મકાન કાયદેસર છે, માત્ર આગળનો ભાગ ગેરકાયદે છે જે તેઓ જાતે તોડવા તૈયાર છે. તંત્ર દ્વારા મળતું 7-8 હજાર રૂપિયા ભાડું પૂરતું નથી. ચોમાસુ માથા પર છે અને બાળકોની શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે અચાનક 30 મિનિટમાં ઘર ખાલી કરીને જવું ક્યાં?
150 પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત
આ મામલે ACP વાણી દુધાતે સ્પષ્ટતા કરી છે કે આ જમીન AMC ની માલિકીની છે અને તેના પર થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવી રહ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 150 જેટલા પોલીસ અધિકારીઓનો [Police Deployment] ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમયમર્યાદા પૂર્ણ થતા હાલમાં JCB ની મદદથી બાંધકામ તોડવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો: મોરબી-હળવદ હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 યુવાનોના મોત

