Morbi Halvad Highway Accident : મોરબી-હળવદ હાઈવે પર [Morbi-Halvad Highway] ચરાડવા ગામની સીમમાં ગત રાત્રે એક અત્યંત ગોઝારો અને હૃદય કંપાવી દે તેવો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક ફેક્ટરીમાંથી બહાર નીકળી રહેલા ડમ્પર સાથે પૂરપાટ ઝડપે આવતી કિયા કાર (Kia Car) ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અરેરાટીભરી દુર્ઘટનામાં રણછોડગઢ ગામના 5 યુવાનોના ઘટનાસ્થળે અને સારવાર દરમિયાન કમકમાટીભર્યા મોત [Fatal Road Accident] નીપજ્યા છે, જ્યારે અન્ય 2 લોકોની હાલત અત્યંત નાજુક છે.
Morbi Halvad Highway Accident: ઘાયલને હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળમાં કાળ ભરખી ગયો
આ અકસ્માત પાછળની કહાની અત્યંત કરુણ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદ તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાથી રણછોડગઢ ગામનો ૨૪ વર્ષીય પરેશ ડહૈયા નામનો યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગામના અન્ય યુવાનો તેને કારમાં બેસાડીને હોસ્પિટલ [Rushing to Hospital] તરફ દોડી રહ્યા હતા. રાત્રે ૯:૩૦ વાગ્યાની આસપાસ ચરાડવા ગામ પાસે અચાનક વળાંક લેતા ડમ્પર સાથે તેમની કાર ભટકાઈ ગઈ હતી.
JCB મશીનથી પતરા ચીરીને મૃતદેહો બહાર કઢાયા
કાર અને ડમ્પર વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે કાર સીધી ડમ્પરની નીચે ઘૂસી ગઈ હતી અને મુસાફરો લોખંડના પતરાની વચ્ચે દબાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક JCB મશીનની મદદથી કારના પતરા ચીરીને ફસાયેલા યુવાનોને માંડ-માંડ બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે જ ૩ યુવાનોએ દમ તોડી દીધો હતો, જ્યારે ૨ યુવાનોના હોસ્પિટલમાં મોત નીપજ્યા હતા.
રણછોડગઢ ગામમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ
આ ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનાર પાંચેય યુવાનો રણછોડગઢ ગામના [Ranchhodgadh Village] હતા. મૃતકોમાં સુરેશ સિહોરા (૪૫), વિરમ ડહૈયા (૨૮), પરેશ ડહૈયા (૨૪), પ્રેમજી ડહૈયા અને ભરત ડહૈયાનો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્ત પ્રકાશ ડહૈયા અને દિલીપ ડહૈયાને ગંભીર હાલતમાં મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. એકસાથે ૫ યુવાનોની અર્થી ઉઠતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું [Wave of Mourning] ફરી વળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ટ્રમ્પને પુતિનનો મેસેજ: ‘ભારત પોતાની શરતો પર ચાલે છે, કોઈનું ફરમાન નથી માનતું!

