Ahmedabad Sanathal Apple Gadgets Theft: અમદાવાદ શહેરના હાઈ-પ્રોફાઇલ ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સનાથલમાંથી એક અત્યંત સનસનીખેજ અને મોટી ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સનાથલ સર્કલ નજીક ખેતર માર્ગે આવેલા એક વેરહાઉસને બે અજાણ્યા બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આયોજનબદ્ધ રીતે વેરહાઉસની દીવાલ પરના પતરા તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો માત્ર એક જ કલાકમાં આશરે રૂ. 1 કરોડની કિંમતના મોંઘા એપલ કંપનીના ગેઝેટ્સ અને ઈલેક્ટ્રોનિક સામાન ચોરીને ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, તસ્કરો વેરહાઉસમાંથી 40 આઈફોન-17, 30 આઈફોન-16, 36 એપલ વોચ, 26 લેપટોપ, 2 આઈપેડ અને 20 કીબોર્ડ સહિત કુલ ₹99.98 લાખની કિંમતના કિંમતી ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો ચોરીને પલાયન થઈ ગયા હતા. આ ચોરીની સમગ્ર ઘટના વેરહાઉસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે બુકાનીધારી તસ્કરોનું પગેરું મેળવી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Ahmedabad Sanathal Apple Gadgets Theft: ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા સામે ઉઠ્યા સવાલો
આ પ્રકારે લાખો રૂપિયાના કિંમતી ગેઝેટ્સની હાઈ-પ્રોફાઇલ ચોરીની ઘટના સામે આવવાથી સનાથલ અને આસપાસના ઔદ્યોગિક વેરહાઉસ માલિકો તથા વેપારીઓમાં ભારે ફફડાટ અને ચિંતા વ્યાપી ગઈ છે. વેપારીઓ દ્વારા વેરહાઉસોમાં રાત્રિના સમયે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવા અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. અમદાવાદ શહેરના હાઈ-પ્રોફાઇલ ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સનાથલમાંથી એક અત્યંત સનસનીખેજ અને મોટી ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સનાથલ સર્કલ નજીક ખેતર માર્ગે આવેલા એક વેરહાઉસને બે અજાણ્યા બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આયોજનબદ્ધ રીતે વેરહાઉસની દીવાલ પરના પતરા તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો માત્ર એક જ કલાકમાં આશરે રૂ. 1 કરોડની કિંમતના મોંઘા એપલ કંપનીના ગેઝેટ્સ અને ઈલેક્ટ્રોનિક સામાન ચોરીને ફરાર થઈ ગયા હતા

