જુહાપુરા-સરખેજ સ્થિત અમવા સંસ્થાએ દ્વારા તા.18/1/25 નાં રોજ અમવા આયોજિત ફૂડ ટ્રેનિંગ પ્રોગ્રામ અને જાગૃતિ શિબિર યોજાઇ ગઇ.પાયોરિયા બિમારી સંદર્ભે આ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડૉ શબાન ખાને (પિરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ,અને કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટીસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર ) પાયોરિયા બિમારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમણે ‘ પાયોરિયા: લક્ષણો, જાગૃતી અને સાવચેતી’ અંગે સચોટ અને ઉપયોગી માહિતી પુરી પાડિ હતી. આ ઉપરાંત ડૉ ઉરુજ દેસાઈ ખાને (એન્ડોડોન્ટિસ્ટ અને એસ્થેટિક ડેન્ટિસ્ટ અને કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટીસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર) ‘દાંત નો સડો: કારણો અને ઉપાયો ‘ અંગે સરળ ભાષામાં ઉપયોગી માહિતી પુરી પાડિ હતી.
નોંધનીય છે કે આ કાર્યક્રમમાં મીનુ કુમારજી( Assessor , Haryana), ડો.રજની સિંઘ રાજવાત( Research Officer, Jaipur, Rajasthan), ડો.નેહા અવસ્થી (Add. State Programme Officer , SIHFW, Jaipur) અને I.T ટ્રેનર વિશાલ ચૌધરીએ સુંદર માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં આમંકત્રિત મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સો.લિમિટેડ નાં પ્રમુખ મોહમ્મદ શરીફ દેસાઈ મહેમાનો અને મહાનુભાવોને આવકાર્યા હતા, મહેમાનોનું શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમવા સંસ્થાના પ્રમુખ પ્રો,મહેરૂન્નીંશા દેસાઇએ આ શિબિરમાં વિષય સંદર્ભે ખાસ વાત કરી હતી તેમણે કહ્યું કે ઈસ્લામિક માર્ગદર્શન મુજબ વિદ્વાનોની શાહી ની કિંમત શહીદોના લોહી થી પણ વધુ છે,આ કાર્યક્રમ માં આપણને વિદ્વાનો દ્બારા માર્ગદર્શન મળી રહેલ છે,જે ખૂબ કિંમતી છે.
અમવાની ટીમનાઝાકેરાબેન કાદરી, રિઝવાના કુરેશી, માહેનુર સૈયદ,જુબેદા ચોપડા સુહાના વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમવા સંસ્થા મહિલા અને સમાજની જાગૃતિ માટે સમયઅંતરાલે વિવિધ કાર્યક્રમનું આયોજન કરે છે.સમાજને શિક્ષિત કરવામાં અમવા સંસ્થા અથાગ પ્રયત્ન કરી રહી છે.
આ પણ વાંચો – મુસાફરો માટે મોટા સમાચાર, હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશને નહીં આવે!