સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો, SC-ST કેટેગરીઓને પેટા અનામત આપી શકાય

decision on SC/ST Reservation

decision on SC/ST Reservation  સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મુદ્દા પર પોતાનો ચુકાદો આપવાનું શરૂ કર્યું કે શું રાજ્યોને નોકરીઓ અને પ્રવેશમાં અનામત માટે SC, STને પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર છે? કોર્ટે 6:1 ની બહુમતીથી ચુકાદો આપ્યો કે રાજ્યોને અનામત માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-શ્રેણી બનાવવાની સત્તા છે. ક્વોટા માટે એસસી, એસટીમાં સબ-કેટેગરીનો આધાર રાજ્યો દ્વારા ધોરણો અને ડેટાના આધારે ન્યાયી ઠેરવવો જોઈએ.

decision on SC/ST Reservation

સર્વોચ્ચ અદાલતે EV ચિન્નૈયાના કેસમાં 2004ના ચુકાદાને ઉલટાવી દીધો હતો જેમાં એવું માનવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એકરૂપ વર્ગો બનાવે છે તેથી પેટા-શ્રેણીઓને મંજૂરી નથી. કોટેના જસ્ટિસ બીઆર ગવઈએ એક અલગ ચુકાદામાં કહ્યું કે રાજ્યોએ SC અને ST વચ્ચે ક્રીમી લેયરની ઓળખ કરવી જોઈએ અને તેમને અનામતના દાયરામાંથી બાકાત રાખવા જોઈએ. સર્વોચ્ચ અદાલતે અનામત વર્ગોમાં પેટા વર્ગીકરણને અનુમતિપાત્ર ગણાવ્યું છે.સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડે કહ્યું કે આ કેસમાં 6 સહમત થયા છે. જસ્ટિસ બેલા ત્રિવેદીએ અસંમતિ વ્યક્ત કરી છે. સીજેઆઈએ કહ્યું કે આપણામાંથી મોટાભાગના લોકોએ ઈવી ચિન્નૈયાના નિર્ણયને નકારી કાઢ્યો છે. અમે માનીએ છીએ કે પેટા-શ્રેણીઓને મંજૂરી છે.

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ/જનજાતિ (SC/ST આરક્ષણ)ને આપવામાં આવનાર અનામત અંગે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે રાજ્યો વધુ વંચિત જાતિઓના ઉત્થાન માટે એસસી/એસટી કેટેગરીના ક્વોટાની અંદર ક્વોટા બનાવી શકે છે. આ ઐતિહાસિક નિર્ણયમાં કોર્ટે SC/ST આરક્ષણમાં ક્રીમી લેયર લાગુ કરવાની વાત પણ કરી છે. સુપ્રીમ કોર્ટમાં તેની તરફેણમાં ચુકાદો આપનારા 6 જજોમાંથી 4 જજે આવી વાતો કહી છે. જોકે, અત્યાર સુધી ક્રીમી લેયરની સિસ્ટમ માત્ર OBC અનામતમાં જ લાગુ છે.

આ પણ વાંચો- OH MY GOD! બિહારમાં પહેલા ધોરણના વિધાર્થીએ ત્રીજા ધોરણના વિધાર્થીને પગમાં મારી ગોળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *