ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત વિવિધ પોસ્ટ માટે ભરતીનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અરજી પ્રક્રિયા 6 સપ્ટેમ્બર 2024થી શરુ થઈ છે. જે 13 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે.ગાંધીનગર મહાનગર પાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણો.આ જગ્યા માટે ફક્ત 11 માસના કરાર આધારિત છે. 11 માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકાશે નહીં.
ગાંધીનગર મહાનગરપાલિકા ની વિવિધ જગ્યાઓ માટે અરજી અહીં કરવી…
ઉમેદાવરની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasthi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, ટપાલ, કુરિયરથી મળેલા કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.
મેડીકલ ઓફિસર- પોસ્ટ- 1
રાજ્યના ધારા ધોરણો મુજબ ઉમેદવારે એમબીબીએસ પાસ કરેલું હોવું જોઈએઉમેદવારે ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ
સ્ટાફ નર્સ- પોસ્ટ -1
ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી નર્સિંગ પાસ કરેલું હોવું જોઈએ
ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા જનરલ નર્સિંગ અને મિડવાઈફરી પાસ કરેલું હોવું જોઈએ.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
માન્ય સંસ્થામાંથી ccc/ccc+
ફિમેલ હેલ્થ વર્કર- પોસ્ટ – 1
એ.એન.એમ, ફિમેલ હેલ્થ વર્કરનો કોર્ષ ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા મળેલ કોલેજમાંથી પાસ કરેલું હોવું જોઈએ
ઉમેદવારે ગુજરાત નર્સિંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
ઉમેદવાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનો જાણકાર હોવો જોઈએ
ભારતનો રહેવાસી હોવો જોઈએ
માન્ય સંસ્થામાંથી ccc/ccc+ લેવલનો કમ્પ્યુટરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
આ પણ વાંચો- મંગળ પર વસાહત સ્થાપવાની યોજના તૈયાર, અલોન મસ્કે મંગળ પર જવાની બતાવી ટાઇમલાઇન!