Bank of Baroda job: અત્યારે વિવિધ બેંકોમાં નોકરીઓ માટે બમ્પર ભરતી કરવામાં આવી રહી છે. બેંક ઓફ બરોડાએ પણ વિવિધ પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડી છે, જેમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની કુલ 1267 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. બેંકે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને ઓનલાઇન અરજીઓ મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
Bank of Baroda job: બેંક ઓફ બરોડાની આ ભરતી માટેની તમામ મહત્વપૂર્ણ માહિતી જેમ કે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, ખાલી જગ્યાઓ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ અને અરજી કરવાની રીત નીચે આપવામાં આવી છે.
પોસ્ટ અને ખાલી જગ્યાઓ:
બેંક ઓફ બરોડા દ્વારા 1267 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આમાં ગ્રામીણ અને કૃષિ બેંકિંગ, રિટેલ લાયાબિલિટી, MSME બેંકિંગ, માહિતી સુરક્ષા, સુવિધા વ્યવસ્થાપન, કોર્પોરેટ અને સંસ્થાકીય ધિરાણ, ફાયનાન્સ, માહિતી ટેકનોલોજી, એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ વગેરે વિભાગો માટે જગ્યાઓ હોય છે.
બેંક ઓફ બરોડા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો:
- ગ્રામીણ અને કૃષિ બેંકિંગ – 200 જગ્યાઓ
- રિટેલ લાયાબિલિટી – 450 જગ્યાઓ
- MSME બેંકિંગ – 341 જગ્યાઓ
- માહિતી સુરક્ષા – 9 જગ્યાઓ
- સુવિધા વ્યવસ્થાપન – 22 જગ્યાઓ
- કોર્પોરેટ અને સંસ્થાકીય ધિરાણ – 30 જગ્યાઓ
- ફાયનાન્સ – 13 જગ્યાઓ
- માહિતી ટેકનોલોજી – 177 જગ્યાઓ
- એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ ઓફિસ – 25 જગ્યાઓ
અરજી ફી:
- સામાન્ય / EWS / OBC : ₹600
- SC/ST/PwD/સ્ત્રી : ₹100
શૈક્ષણિક લાયકાત:
દરેક પોસ્ટ માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક અનુભવની જરૂર છે. પોસ્ટ માટે જરૂરી લાયકાત અને અનુભવ માટે, ઉમેદવારોને આ ભરતીનો નોટિફિકેશન વાંચવું જરૂરી છે.
પગાર ધોરણ:
પગાર માટે બેંક દ્વારા નક્કી કરેલા ધોરણ અનુસાર, પસંદ થયેલા ઉમેદવારોને પગાર આપવામાં આવશે. વધુ વિગતો માટે, નોટિફિકેશન વાંચવું જરૂરી છે.
અરજી કરવાની રીત:
ઉમેદવારોને બેંક ઓફ બરોડાની વેબસાઇટ https://ibpsonline.ibps.in/bobsodec24/ પર જઈને અરજીઓ કરવી પડશે. નોંધણી કર્યા પછી, ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જો જરૂરી હોય તો દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. છેલ્લે, ભરેલા ફોર્મનો પ્રિન્ટ આઉટ લેવા માટે તેનો ઉપયોગ કરવો.
અરજી કરવાની છેલ્લી તારીખ:
17 જાન્યુઆરી 2025