અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: આણંદના ખંભાતની દીકરી બિલ્કીસનાઝ મિર્ઝા બની ગુજરાતની પ્રથમ મહિલા ટ્રેન પાઇલટ

Bilkisnaz Mirza Bullet Train Pilot

Bilkisnaz Mirza Bullet Train Pilot દેશના વડાપ્રધાન પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત માટે ખૂબ જ સન્માનજનક અને ગૌરવાન્વિત કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે. દેશના આ અત્યાધુનિક હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ટ્રેન પાઇલટ તરીકે પસંદ થનારી ગુજરાતની પ્રથમ યુવતી તરીકેનું સન્માન આણંદ જિલ્લામાં આવેલા ખંભાતની દીકરી બિલ્કીસનાઝ મિર્ઝાને મળ્યું છે.

ખંભાતના રહેવાસી બિલ્કીસનાઝે કઠોર મહેનત અને મક્કમ મનોબળથી આ મુકામ મેળવ્યો છે. પ્રાથમિક શિક્ષણ ખંભાતમાં પૂર્ણ કર્યા બાદ તેમણે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. જૂન ૨૦૨૧માં અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ૨૦૨૧થી ૨૦૨૬ સુધી ઉત્કૃષ્ટ સેવાઓ આપ્યા બાદ નવી દિલ્હીમાં યોજાયેલી અખિલ ભારતીય લેખિત પરીક્ષા અને આકરા ઇન્ટરવ્યૂ પાસ કરીને તેઓ બુલેટ ટ્રેન પાઇલટ તરીકે પસંદ થયા છે. હાલ તેમનું પોસ્ટિંગ સુરત ખાતે થયેલું છે અને તેઓ હાઈ સ્પીડ રેલ સંચાલનની વિશેષ તાલીમ મેળવી રહ્યા છે.

Bilkisnaz Mirza Bullet Train Pilot: સફળતાનો શ્રેય માતા-પિતાને આપ્યો

બિલ્કીસનાઝ એક પરંપરાગત મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેમણે આ અદભુત સફળતાનો શ્રેય તેમની માતા ગુલનારબેગમ અને પિતા ફૈયાઝહુસૈનને આપ્યો છે, કારણ કે તેમના અપાર સમર્થન અને આશીર્વાદથી જ તેઓ આ મુકામ હાંસિલ કરી શક્યા છે.અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આણંદના ખંભાતની બિલ્કીસનાઝ મિર્ઝા ગુજરાતની પ્રથમ મહિલા ટ્રેન પાઇલટ તરીકે પસંદ થઈ છે. સુરતમાં તાલીમ શરૂ છે.

Illegal Immigration to US: અમેરિકામાં ગેરકાયદે પ્રવેશના પ્રયાસમાં ભારતીયો ત્રીજા ક્રમે, ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં