સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પેટાચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી કુલ 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે બીજેપી તરફથી કયા નેતાઓને રાજ્યસભાની ટિકિટ મળી છે.
મધ્યપ્રદેશના જ્યોર્જ કુરિયનનું નામ
ભાજપે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનને મધ્યપ્રદેશથી રાજ્યસભા સીટ માટે પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા લોકસભા ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભાની આ બેઠક ખાલી પડી હતી. તમને જણાવી દઈએ કે જ્યોર્જ કુરિયન મોદી કેબિનેટમાં પશુપાલન, મત્સ્ય અને ડેરી વિભાગના રાજ્યકક્ષાના મંત્રી છે.
આસામ- મિશન રંજન દાસ
આસામ- રામેશ્વર તેલી
બિહાર- મનન કુમાર મિશ્રા
હરિયાણા- કિરણ ચૌધરી
મધ્ય પ્રદેશ- જ્યોર્જ કુરિયન
મહારાષ્ટ્ર- ધ્યાનશીલ પાટીલ
ઓડિશા- મમતા મોહંતા
રાજસ્થાન- રવનીત સિંહ બિટ્ટુ
ત્રિપુરા- રાજીબ ભટ્ટાચારજી
નોંધનીય છે કે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પેટાચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી કુલ 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે બીજેપી તરફથી કયા નેતાઓને રાજ્યસભાની ટિકિટ મળી છે
આ પણ વાંચો – ભારતમાં મંકીપોક્સને લઇને એલર્ટ, જાણો આ મહામારીના કેટલા કેસ વિશ્વમાં નોંધાયા!