Delhi Election 2025: ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની બીજી યાદીમાં કપિલ મિશ્રાનું નામ પણ સામેલ છે, તેમને કરવલ નગરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે રાજ કરણ ખત્રીને નરેલાથી અને સૂર્ય પ્રકાશ ખત્રીને તિમારપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ગજેન્દ્ર દરાલને મુંડકાથી અને બજરંગ શુક્લાને કિરારી બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે સુલતાનપુર મજરાથી કરમ સિંહ કર્મા, શકુર બસ્તી બેઠક પરથી કરનૈલ સિંહ, ત્રિનગર બેઠક પરથી તિલક રામ ગુપ્તા, સદર બજારથી મનોજ કુમાર જિંદાલ અને ચાંદની ચોકથી સતીશ જૈનને ટિકિટ આપવામાં આવી છે. ભાજપની આ બીજી યાદીમાં પાંચ મહિલા ઉમેદવારોના નામ પણ સામેલ છે.
BJP announces second list of 29 candidates for #DelhiElections2025
Kapil Mishra fielded from Karawal Nagar, Harish Khurana from Moti Nagar, Priyanka Gautam (who recently joined BJP from AAP) fielded from Kondli pic.twitter.com/3KSuk7QhOA
— ANI (@ANI) January 11, 2025
Delhi Election 2025: ભાજપે 29 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ભાજપે 4 જાન્યુઆરીએ 29 ઉમેદવારોની તેની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા છ ટર્નકોટ, જેઓ તાજેતરમાં પાર્ટીમાં જોડાયા હતા, દિલ્હીની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા. બીજેપીએ તેના પૂર્વ પશ્ચિમ દિલ્હીના સાંસદ પ્રવેશ વર્માને નવી દિલ્હી બેઠક પરથી AAP સુપ્રીમો અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે દક્ષિણ દિલ્હીની પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ રમેશ બિધુરીને કાલકાજીથી સીએમ આતિષી સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, આ બેઠકો પર ત્રિકોણીય લડાઇ જામશે.
આ પણ વાંચો- IND vs ENG: ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,આ ખેલાડીઓને મળ્યું સ્થાન!