ગંભીરા બ્રિજ દુર્ઘટના: 9 લોકોના મોત, 4 ગંભીર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ગંભીરા બ્રિજ દુર્ઘટના: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે, જેમાં એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. બ્રિજના બે ભાગ તૂટી જતાં ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યાં, જેના પરિણામે આ દુઃખદ ઘટના બની. રેસ્ક્યુ ઓપરેશન શરૂ: ઘટનાની જાણ થતાં જ…

Read More

બોમ્બે ટૂર્સની મોનસૂન ડિસ્કાઉન્ટ ઓફર: માત્ર 4 હજારમાં મહાબળેશ્વર,પંચગીની અને મુંબઇની સફર

મોનસૂનની ઋતુમાં રોમાંચક અને યાદગાર પ્રવાસ માટે તૈયાર થાઓ! બોમ્બે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ લઈને આવ્યું છે 5 દિવસનો ખાસ મોનસૂન ટૂર પેકેજ, જેમાં મહાબળેશ્વર, પંચગીની અને મુંબઈની મુલાકાતનો સમાવેશ થાય છે. આ ટૂરની કિંમત માત્ર 4000 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, જે 18 ઓગસ્ટ 2025, સોમવારથી શરૂ થશે. ચોમાસાની ઠંડી હવાઓ અને લીલાછમ પહાડોની વચ્ચે ફરવાનું…

Read More

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા માટે હાઇ-લેવલ બેઠક યોજી

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન:  ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર, રેન્જના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં ગુજરાત પોલીસની સિદ્ધિરાજ્યમાં ડ્રગ્સ સામેની ઝુંબેશમાં…

Read More

અમદાવાદમાં દાહોદની યુવતી ગીતામંદિરથી ગુમ, માહિતી મળે તો આ નંબર પર સંપર્ક કરશો!

અમદાવાદમાં દાહોદની યુવતી ગીતામંદિરથી ગુમદાહોદની 20 વર્ષીય યુવતી અસ્મીતા ભુરિયા, જે થાવર્યાભાઇ ભુરિયાની દીકરી છે, અમદાવાદના ગીતામંદિર વિસ્તારથી છેલ્લા ચાર દિવસથી ગુમ છે. અસ્મીતા કામકાજના હેતુથી તેમના સંબંધીના ઘરે વાસણા આવી હતી. 20 દિવસના રોકાણ બાદ, તે ITI કોલેજમાં ફોર્મ ભર્યો હોવાથી કોલેજ જવા માટે નીકળી હતી. આ માટે તે ઓટોરિક્ષામાં બેસીને ગીતામંદિર પહોંચી હતી,…

Read More

સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક: સાયબર ક્રાઈમનો ભોગ બની પોલીસ

સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ લોકોની સાથે સાથે સરકારી વિભાગો માટે પણ અનિવાર્ય બન્યો છે. પરંતુ આ સાથે જ સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઈમના કેસોમાં પણ વધારો થયો છે. એક ચોંકાવનારી ઘટનામાં સુરત શહેર પોલીસનું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ ‘સુરત એરેના પોલીસ’ હેક થયું છે. હેકર્સે આ એકાઉન્ટ પરથી 23 જૂન 2025ના રોજ એક આપત્તિજનક વીડિયો પણ…

Read More

ગાંધીનગર નભોઈ નર્મદા કેનાલમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત, અકસ્માત કે આત્મહત્યા!

 નભોઈ નર્મદા કેનાલ:  ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે, એક કાર કેનાલમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારમાંથી ત્રણ વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં એક યુવતી સહિત ત્રણ યુવાનોના…

Read More
ગુજરાત સરકાર

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય,આવાસ તબદીલી માટે ડ્યુટીમાં 80 ટકાનો ઘટાડો!

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: ગુજરાત સરકારે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આવાસ તબદીલીની પ્રક્રિયાને સરળ અને સસ્તી બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવતા મિલકત ટ્રાન્સફર પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ આપવાનો નિર્ણય…

Read More

કચ્છની બન્ની ભેંસે રચ્યો ઈતિહાસ: સોના કરતા પણ મોંઘા ભાવે વેચાઇ

કચ્છની બન્ની ભેંસે રચ્યો ઈતિહાસ: ગુજરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય સાથે પશુધનની દૃષ્ટિએ પણ અનોખું મહત્વ ધરાવે છે. કચ્છની બન્ની નસલની ભેંસે રૂ. 14.1 લાખની રેકોર્ડબ્રેક કિંમતે વેચાઈને નવો ઈતિહાસ રચ્યો છે. આ ભેંસ લખપત તાલુકાના સાનધ્રો ગામના પશુપાલક ગાજી હાજી અલાદાદની હતી, જેને ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુંએ ખરીદી છે. સામાન્ય…

Read More

શામળાજીમાં ATMમાં લૂંટ કરીને તસ્કરો 5.50 લાખ લઈને ફરાર, સીસીટીવીમાં ઘટના કેદ

 શામળાજીમાં ATMમાં લૂંટ: અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ શામળાજીમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. શામળાજી બસ સ્ટેશન નજીક આવેલા ખાનગી કંપનીના એટીએમમાંથી પાંચ તસ્કરોએ 5.50 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી, એટીએમને આગ લગાવી અને વૈભવી કારમાં ફરાર થઈ ગયા. આ ઘટનાએ સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની વિગતો શામળાજીમાં ATMમાં લૂંટ:…

Read More

ફૈઝાને CISFની ટ્રેનિંગ પૂરી કરીને મહેમદાવાદ અને માતા-પિતાનું નામ રોશન કર્યું

ફૈઝાને CISFની ટ્રેનિંગ પૂરી કરી : મહેમદાવાદના મલેકવાડા ગામના 21 વર્ષીય ફૈઝાન સુબામીયા મલેકે માત્ર નાની ઉંમરે જ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની પરીક્ષા પાસ કરીને સમાજ અને પરિવાર માટે ગર્વની વાત છે. ફૈઝાને રાજસ્થાનના RTC બારોર ટ્રેનિંગ સેન્ટરમાં 9 મહિનાની કઠિન અને સઘન ટ્રેનિંગ પૂર્ણ કરી છે, અને હવે તે હથિયારી ટ્રેનિંગ માટે હૈદરાબાદ…

Read More