હિમાચલમાં બે સગા ભાઇઓએ એક જ કન્યા સાથે કર્યા લગ્ન, જાણો શું છે બહુપત્નીત્વની પ્રથા?

Polyandry: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક અનોખા લગ્ન પ્રકાશમાં આવ્યા છે. અહીં કુન્હટ ગામમાં, થિંડો પરિવારના બે સગા ભાઈઓએ 12 થી 14 જુલાઈની વચ્ચે એક જ છોકરી સાથે લગ્ન કર્યા. આ લગ્ન બહુપતિત્વ પ્રણાલી હેઠળ થયા હતા. જે આ પ્રદેશની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ બની ગઈ છે. આ લગ્નમાં ખાસ વાત એ છે કે બંને…

Read More

INDIA alliance: ચોમાસુ સત્ર પહેલા INDIA ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દા પર સરકારને ઘેરશે!

INDIA alliance:  સંસદનું ચોમાસુ સત્ર (moonsoon session) 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર પહેલા, ઇન્ડિયા ગઠબંધન ( INDIA alliance) દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં, ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી, જેમાં 24 વિપક્ષી પક્ષોએ ભાગ લીધો હતો. આ…

Read More

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના કાફલાના વાહનને અકસ્માત, 5 ઘાયલ

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર ના કાફલામાં સામેલ એક વાહનને માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત માંડ્યા જિલ્લામાં એક્સપ્રેસ વે પર થયો હતો, જેમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. રાહતની વાત એ છે કે ડીકે શિવકુમાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. અકસ્માતમાં ઘાયલ થયેલા સુરક્ષા કર્મચારીઓમાં નાગરાજુ, મહેશ અને કાર્તિક સહિત પાંચ લોકોનો સમાવેશ થાય છે,…

Read More

એર ઇન્ડિયા ક્રેશ અંગે ખોટા સમાચાર ફેલાવવા બદલ પાઇલટ્સે વિદેશી મીડિયાને મોકલી નોટિસ

એર ઇન્ડિયા ક્રેશ : ભારતીય પાઇલટ્સના સંગઠન, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP) એ વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સ સામે કાનૂની નોટિસ મોકલીને હોબાળો મચાવ્યો છે. FIP કહે છે કે આ વિદેશી મીડિયા હાઉસે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના અકસ્માત અંગે પાયાવિહોણા અને અપમાનજનક સમાચાર પ્રકાશિત કર્યા હતા. પાઇલટ્સે આ અહેવાલોને તાત્કાલિક પાછા ખેંચવા અને માફી…

Read More

ઓડિશામાં 15 વર્ષીય સગીરા પર પેટ્રોલ છાંટી સળગાવાઇ,AIIMSમાં દાખલ કરવામાં આવી

Minor girl was doused with petrol and set on fire:  ઓડિશમાંથી (Odisha) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ઓડિશાના પુરી જિલ્લાના ગામમાં 15 વર્ષની સગીરાને કેટલાક બદમાશોએ પેટ્રોલ નાંખીને સળગાવતા (Minor girl was doused with petrol and set on fire) ચકચાર મચી જવા પામી છે. માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે પીડિતા તેના મિત્રના…

Read More

છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર

નક્સલીઓ ઠાર: છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, રાજ્યના નારાયણપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળોનો નક્સલવાદીઓ સાથે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા હતા, આ અંગે પોલીસના  એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અબુઝમાડ વિસ્તારના જંગલમાં બપોરે નક્સલવાદીઓનો સુરક્ષા દળો સાથે અથડામણ થઇ હતી જેમાં 6 નકસલવાદીઓ ઠાર મરાયા હતા. નક્સલીઓ…

Read More

તબલીગી જમાતના 70 લોકોને રાહત, હાઈકોર્ટે કોવિડ દરમિયાનના 16 કેસ રદ કર્યા

તબલીગી જમાત: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે માર્ચ 2020 માં કોવિડ-19 રોગચાળા દરમિયાન તબલીગી જમાતસાથે સંકળાયેલા 70 ભારતીય નાગરિકો સામે નોંધાયેલા 16 કેસોને ફગાવી દીધા. આ લોકો સામે ત્યાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપનારા વિદેશીઓને ગુપ્ત રીતે હોસ્ટ કરવા બદલ આ કેસ નોંધાયા હતા. આ કેસમાં ચુકાદો આપતાં જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ કહ્યું, ‘બધી ચાર્જશીટ રદ કરવામાં આવે…

Read More

રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત અને ચાર્જશીટ પણ દાખલ, EDની મોટી કાર્યવાહી

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તેમની સાથે ઘણા અન્ય લોકો અને કંપનીઓના નામ પણ તેમાં સામેલ છે. આ કેસ સપ્ટેમ્બર 2018નો છે, જ્યારે રોબર્ટ વાડ્રા, હરિયાણાના તત્કાલીન…

Read More

મોદી કેબિનેટે કૃષિ યોજનાથી લઈને NTPC સુધીના ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી

મોદી કેબિનેટ:  ગુરુવારે મોદી કેબિનેટે ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયો દેશના કૃષિ અને ઉર્જા ક્ષેત્રને નવી દિશા આપશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે, NTPC અને NLC ઇન્ડિયા લિમિટેડ…

Read More

નર્સ નિમિષાની ફાંસી મામલે યમનના પરિવારે શું માંગ કરી?

કેરળની રહેવાસી નિમિષા પ્રિયા ના મૃત્યુદંડ પર હાલ પૂરતો રોક લાગતા તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ જે વ્યક્તિની હત્યા બદલ પ્રિયાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે તેનો પરિવાર આ મામલે કડક વલણ અપનાવે છે. નોંધનીય છે કે કેરળના પલક્કડ જિલ્લાના કોલેનગોડની રહેવાસી નિમિષા પ્રિયાને 2020 માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. 2017 માં…

Read More