સુરતના મગદલા ગામના એક નિવાસમાં CID ક્રાઈમ દ્વારા રેડ પાડવામાં આવી, જે બાતમીના આધારે કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ડ્રગ્સ, ગાંજાે અને દારૂની મહેફિલ માણતા લોકોને પકડી પાડ્યા હતા સીઆઈડીના અધિકારીઓએ થાઈ ગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનને અટકાયત કરી હતી, જેમાં કેટલાક એન્જિનિયર અને જમીન દલાલ હતા, અને યુવતીઓ સિક્કિમ અને નેપાળની રહેવાસી હતી.
આ તમામના સુરત સિવિલમાં મેડિકલ ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા, અને પછી તેમને CID ક્રાઈમની ઓફિસમાં લઈ જવામાં આવ્યા. ડ્રગ્સના ગુનાને આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, સુરત શહેરના મગદલ્લા ગામમાં એક મકાનમાં રાત્રે સ્પા ગર્લ અને ડ્રગ્સ સાથે પાર્ટી ચાલી રહી હતી. સીઆઈડીની ટીમે મકાનમાં રેડ કરી, જ્યાં 14 લોકોને પકડી પાડવામાં આવ્યા, જેમાં 9 મહિલાઓ અને 5 યુવાન સામેલ હતા.
યુવતીઓ અને યુવાનોમાં અમિતકુમાર યાદવના ઘરમાં આ પાર્ટી ચાલતી હતી. તમામ આરોપી મગદલ્લા ગામમાં સ્પામાં નોકરી કરતા હતા, જેમાં નોકરિયાત, એન્જિનિયર, હીરા દલાલ અને ડેટા પ્રોસેસર્સ પણ સામેલ હતા.સીઆઈડી ક્રાઇમ દ્વારા ડ્રગ્સનો ગુનો નોંધી આ તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો આ તમામ 14 આરોપીઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મેડિકલ પરીક્ષણ થઈ ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો પ્રાથમિક રીતે આ તમામ વિરુદ્ધ ડ્રગ્સનો ગુનો નોંધાયો છે. જોકે, આગળ કાર્યવાહીમાં જે સામે આવશે તે પ્રમાણે વધુ કાર્યવાહી થશે
આ પણ વાંચો – અયોધ્યા વિવાદ ઉકેલવા માટે CJI ચંદ્રચુડે જાણો શું કર્યું હતું,જાણો