ભારત સરકારે ભારતના બંધારણના સ્વીકારના 75 વર્ષની ઉજવણી કરવા માટે એક વર્ષ લાંબી ઐતિહાસિક ઉજવણી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે એક સીમાચિહ્નરૂપ છે, જે આપણા લોકશાહીની નોંધપાત્ર સફર અને આપણા સ્થાપક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોના સ્થાયી વારસાને પ્રતિબિંબિત કરે છે, ભાજપે બંધારણ ગૌરવ અભિયાનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. મહેમદાવાદ તાલુકાના કેસરા ગામમાં પણ બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.
નોંધનીય છે કે મહેમદાવાદ તાલુકાના કેસરા ગામની આદિજાતિ કુમાર કન્યા છાત્રાલયમાં બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારે સંખ્યામાં વિધાર્થીઓ અને ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં પત્રિકા વિતરણ પણ કરવામાં આવી હતી,
આ કાર્યક્રમમાં સરપંચ એમ. સિરાજુદ્દીન મલેર ડેપ્યુટી સરપંચ અરવિંદભાઈ પટેલ, ભાજપ ના પ્રમુખ વિષ્ણુસિંહ ડાભી,ભાજપ યુવા પ્રમુખ ધીરજસિંહ પરમાર સાથે ભાજપ યુવા મહામંત્રી દિલીપસિંહ ચૌહાણ સહિત સામાજિક આગેવાન સિરાજુદ્દીન એમ મલેક અને મકસૂદ મલેક ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચે બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પણ વાંચો – મુસાફરો માટે મોટા સમાચાર, હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશને નહીં આવે!