અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ અમદાવાદના વિકાસ અર્થે રોડ પહોળા કરવા માટે કામગીર પૂરજોશમાં ચાલી રહી છે, હાલમાં AMC પૂર્વ વિસ્તારના ગોમતીપુરમાં રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે,જેના લીધે પૂર્વ ઝોનના ગોમતીપુર વિસ્તારના હાથીખાઇ કાળીદાસ મિલ ચાર રસ્તાથી લઇને ચારતોડ ક્બ્રસ્તાન જાહેર માર્ગ પર આરઇ ડીપીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા ડિ માર્કેરેશન કરવામાં આવી રહ્યું હોવાથી લોકો ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. કપાત આવવાની ચિંતા સતત સતાવી રહી છે.ગોમતીપુર વિસ્તારના સેવાભાવી અને કર્મનિષ્ઠ કાઉન્સીલર ઇકબાલ શેખે વિસ્તારના લોકો સાથે વિચાર ગોષ્ઠી કરીને કપાત સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરી હતી અને ચારતોડા કબ્રસ્તાનમાં આરઇ ડીપી ડિ માર્કેરેશન રદ કરી મોકૂફ રાખવાની મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં મુદ્દાસર વિસ્તૃત માહિતી આપતો ધારદાર લેખિત પત્ર પાઠવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે ચારતોડા કબ્રસ્તાનને લઇને મોટી લેખિત રજૂઆત અસરકારક રીતે કરી છે.તેમણે ચારતોડા કબ્રસ્તાનમાં સુફી સંતની દરગાહ, આવેલી છે અને કોર્પોરેશને આરઇ ડીપીના ભાગરૂપે ડિ માર્કેરેશન કર્યું છે , આકબ્રસ્તાનમાં લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે, તો કબ્રસ્તાન પર આરઇ ડીપી માર્કેરેશન રદ કરીને આ કિસ્સામાં કાર્યવાહી મોકૂફ રાખવાની રજૂઆત પણ કરી છે
નોંધનીય છે કે ગોમતીપુરના કાઉન્સિલર ઇકબાલ શેખે પત્રમાં ઉલ્લેખ કરતા લખ્યું છે કે આરઇડીપી સંદર્ભે ફરજિયાચ મંજૂરી લેવાની હોય છે તે પણ લેવામાં આવી નથી, આ ઉપરાંત ગોમતીપુરના અનેક વિસ્તારો ખુબ સાંકડા છે દક્ષિણ ઝોન, ખોખરા વોર્ડ, પૂર્વ ગોમતીપુર ઝોન વગેરે વિસ્તારો ખુબ ગીચતાવાળા છે અને તેમાં આરઇ ડીપીની પ્રક્રિયા કરવી હાલ મુશ્કેલ છે તો તેને મોકૂફ રાખવાની રજૂઆત પણ કરી છે, આ ઉપરાંત જે મિલકતો, કોર્મશિયલ રેસિડેન્સી, મકાનો આરઇડીપીમાં કપાતમાં જશે તેમને નજીકના વિસ્તારમાં વૈકલ્પિક જગ્યા મળે તેવી રજૂઆત પણ કરી છે. વિસ્તારના લોકોને ઉચ્ચે વળતર મળે તેવી પણ ઇકબાલ શેખે રજૂઆત કરી છે.