Vadodara માં કોર્પોરેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર માટે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન લગાવ્યા

Vadodara

Vadodara મહાનગર પાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા નવતર પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત “ક્લોથ બેગ વેન્ડિંગ મશીન” શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી ખરીદી દરમિયાન થેલી ભૂલી જનારા લોકોને સરળતા રહે.

મશીન આ રીતે કરશે કામ

Vadodara :આ મશીનમાંથી કાપડની થેલી મેળવવા માટે માત્ર 5 રૂપિયાનો સિક્કો નાખવાનો છે અથવા ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ચુકવણી બાદ મશીનમાંથી એક મજબૂત કાપડની થેલી મળે છે, જેમાં લગભગ 1 કિલો સામાન સરળતાથી સમાઈ શકે છે.

પ્રોજેક્ટની વિગતો

આ પહેલની શરૂઆત પ્રાયોગિક ધોરણે ખંડેરાવ માર્કેટથી કરવામાં આવી છે. સફળતાના આધારે શહેરના 100 સ્થળોએ આવા મશીનો મૂકવાનું આયોજન છે. હાલમાં 9 મશીનો રૂ. 4.41 લાખના ખર્ચે ખરીદાયા છે, જેમાં દરેક મશીનની કિંમત રૂ. 49,000 છે. મશીનોની જાળવણી અને થેલીઓ ભરવાની જવાબદારી પૂર્વ પાડનાર એજન્સીને ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ હેઠળ સોંપાઈ છે. મશીનોને સરકારી પોર્ટલ ‘પ્રતિક્ષા’ સાથે જોડી વેચાણનો રેકોર્ડ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

નોંધનીય છે કે Vadodara મહાનગર પાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા નવતર પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત “ક્લોથ બેગ વેન્ડિંગ મશીન” શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી ખરીદી દરમિયાન થેલી ભૂલી જનારા લોકોને સરળતા રહે.

આ પણ વાંચો:   EC press conference: રાહુલ ગાંધી 7 દિવસમાં એફિડેવિટ આપે નહીંતર દેશની માફી માંગે,ECએ કર્યા આકરા પ્રહાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *