Lovkesh Bajaj Remand : દક્ષિણ દિલ્હીના [South Delhi] માલવિયા નગર વિસ્તારમાં આવેલી એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં 21 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ હ્રદયદ્રાવક ઘટના બાદ એક્શનમાં આવેલી પોલીસે હોટલ માલિક લવકેશ બજાજની [Lovkesh Bajaj] મોડી રાત્રે ધરપકડ કરી છે. દુર્ઘટના બાદ લવકેશ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને રસ્તાઓ પર આંટા મારતો હતો, પરંતુ પોલીસે ગણતરીના સમયમાં જ તેને ઝડપી પાડ્યો હતો.
Lovkesh Bajaj Remand : સાકેત કોર્ટે આપ્યા 4 દિવસના પોલીસ રિમાન્ડ
ધરપકડ બાદ લવકેશ બજાજને દિલ્હીની સાકેત કોર્ટમાં [Saket Court] રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આગની દુર્ઘટના પાછળના કારણો અને બેદરકારી જાણવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસની માંગણી ગ્રાહ્ય રાખીને આરોપી માલિકને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં [Police Custody] મોકલી આપ્યો છે. હવે પોલીસ આગામી ચાર દિવસ સુધી તેની સઘન ઉલટ તપાસ કરશે.
જર્જરિત બિલ્ડિંગમાં ચાલતી હતી હોટલ
પોલીસ પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, લવકેશ બજાજે આ બિલ્ડિંગ ત્રણ વર્ષ પહેલાં આહલુવાલિયા નામના શખ્સ પાસેથી અત્યંત જર્જરિત હાલતમાં ખરીદી હતી. જ્યાં પહેલા ખાદીની દુકાન હતી, ત્યાં તેણે હોટલ અને ગેસ્ટ હાઉસ [Guest House] શરૂ કર્યું હતું. માલિકે દાવો કર્યો છે કે તેની પાસે BNB (બેડ એન્ડ બ્રેકફાસ્ટ) અને ટૂરિસ્ટ રેસ્ટોરન્ટની પરવાનગી હતી, જોકે પોલીસ અત્યારે તેના આ દાવાની સઘન તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: દિલ્હી હોટલ ફાયર: માલવીયા નગરમાં આગથી ૨૧ના મોત, માલિક સામે તપાસ

