શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત – પ્રયાગરાજમાં મહા કુંભમાંથી યાત્રાળુઓને લઈ જતી પ્રવાસી વાન શનિવારે ગુજરાતના દાહોદ જિલ્લામાં હાઈવે પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને 8 અન્ય ઘાયલ થયા હતા. આ અકસ્માત ઈન્દોર-અમદાવાદ હાઈવે પર લીમખેડા નજીક સવારે 2.15 વાગ્યે થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે 10 યાત્રાળુઓને લઈ જતી ટૂરિસ્ટ વાન રોડ કિનારે ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. મૃતકોમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ અંકલેશ્વરના રહેવાસી દેવરાજ નકુમ (49) અને તેની પત્ની જસુબા (47) અને ધોળકાના રહેવાસી સિદ્ધરાજ ડાભી (32) અને રમેશ ગોસ્વામી (47) તરીકે થઈ છે.
નોંધનીય છે કેપ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ચાર શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.દુર્ઘટનાને કારણે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચો- MPના સિંગરૌલીમાં માર્ગ અકસ્માત બાદ ભારે બબાલ,ટોળાએ અનેક વાહનોને ચાંપી આગ