મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર પડધમ શાંત થઇ ગયો છે. શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે.આજે મહેમદાવાદના સફળ નેતૃત્વની વાત કરવી છે. મહેમદાવાદમાં લઘુમતી સમાજના ત્રણ મહત્વના આધારસ્તંભ એવા નેતા તેમની આગવી શૈલીથી આજેપણ લોકોના માનસપટ પર આલંકિત છે. જેમા બે મર્હુમ શફીભાઇ મન્સુરી અને મર્હુમ મકસુદભાઇ મલેકને આજે પણ લોકો દિલથી યાદ કરે છે, અને ત્રીજા વ્યક્તિત્વ તરીકે કરીમભાઇ મલેક જે હાલ મહેમદાવાદ નગરપાલિકા વોર્ડનં 3 ના ઉમેદવાર છે.તેમની કાર્યશૈલી અને તેમની લોકપ્રિયતા વિશે બધા જાણે છે .
સમાજમાં હાલ કરીમભાઇ મલેક જેવા સક્ષમ અને અનુભવી નેતાની સમાજને જરૂર છે. તેમની દૂરદેશી નીતિ અને સેવા કરવાની ધગશ આજેપણ એવી જ છે. અનેક કાર્ય તેમણે બાખૂબી કર્યા છે. નગરપાલિકાની નાના-મોટા કામ ફોન પર જ કરી આપે તે તેમની આવડત છે, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ તરીકે તમામ મુસ્લિમ સંપ્રદાયના લોકોને સાથે લઇને ચાલીને સમાજ માટે કામ કરી રહ્યા છે. રોજગાર કરી શકે તે માટે શ્રમજીવી લોકોને હાથલારીનું વિતરણ આ ઉપરાંત મહિલાઓને સિલાઇ મશીન અને દિવ્યાંગ લોકોને ટ્રાઇસિકલ આપવાનું ભગીરથ કાર્ય અવિરત રીતે ચાલુ જ છે. આ ઉપરાંત 120 વિધવા મહિલાઓને ધાર્મિક સ્થળ અજમેર શરીફના દર્શન કરાવ્યા. આ ઉપરાંત કોઇ અનિચ્છનીય બનાવ કોઇ જટિલ સમસ્યા બને તો પોલીસ સ્ટેશન સહિત જિલ્લા અને મુખ્યમંત્રી ઓફિસ સમક્ષ આવેદનપત્ર પાઠવી અને ધારદાર રીતે રજૂઆત આજેપણ કરે છે.
વોર્ડમાં કેવી રીતે વિકાલક્ષી ગ્રાંટ લાવવી , કામ કેવી રીતે કરાવા સહિતની તમામ બાબતો કરીમભાઇ બાખૂબી જાણે છે, નગરપાલિકામાં સેનેટરી ઇન્સપેકટર તરીકે સારી ફરજ બજાવી હતી ,સાહિત્યના અને નગરપાલિકાના નિયમોના જાણકાર વ્યક્તિ. નિયમોથી બોર્ડમાં રજૂઆત કરીને કામ કઢાવવાની આવડત છે. ઉલ્લેખનીય છે કે સમાજની સેવા માટે હમેંશા તત્પર હોય છે, તેમની કામ કરવાની આગવી શૈલી છે,કોઇપણ વ્યક્તિ નાનો હોય કે મોટો તમામ માટે તેમના દ્વાર ખુલ્લા જ હોય છે.સેવા કરવી તેમની જાત સાથે વણાઇ ગઇ છે.
કરીભભાઇ મલેકનું ઉત્તરદાયિત્વ વોર્ડ સહિત તમામ સમાજ માટે હોય છે, એકવાર મહેમદાવાદ અધ્યયન પુસ્તકના વિમોચન બાદ મારી મુલાકાત મુર્હુમ શફીભાઇ મન્સુરી સાથે થઇ હતી નવા બંગ્લામાં, મર્હુમ શફીભાઇ મન્સુરીએ મારી સાથે કરીમભાઇની વાત નિખાલસથી કરી હતી તેમણે કહ્યું હતું કે નોલેજેબલ વ્યક્તિ છે, સમાજ માટે સારા નેતા છે.આ વાત કોઇ અતિશ્યોક્તિ નથી લખી