E-Detection Portal Gujarat : ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો માટે કડક કાર્યવાહી: હવે ટોલ પ્લાઝા પરથી સીધો મેમો થશે જનરેટ

E-Detection Portal Gujarat: ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો માટે વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. હવે રાજ્યભરના તમામ ટોલ પ્લાઝા પર નવી ટેકનોલોજી હેઠળ ‘ઈ-ડિટેક્શન પોર્ટલ’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલ ટોલ પરથી પસાર થતા દરેક વાહનનો ડેટા સ્કેન કરશે અને જો કોઈ દસ્તાવેજ સમયમર્યાદા પામેલો હશે, તો મેમો તરત જનરેટ થશે.

નિયમોના ઉલ્લંઘન પર આપમેળે મેમો

કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના નવા નેકડામા મુજબ, દરેક વાહનની RC, ડ્રાઇવિંગ લાઈસન્સ, પીયુસી, ઈન્સ્યોરન્સ, પરમીટ અને ફિટનેસ જેવી વિગતોને ઓટોમેટિકલી ટ્રેક કરવામાં આવશે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતાં વાહનો માટે આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે. મોટાભાગના વાહન ચાલકો પીયુસી કે ફિટનેસનો સમયગાળો પૂરો થયા પછી પણ વાહન ચલાવતા હોય છે, જેનાથી ટ્રાફિકના નિયમો ભંગ થાય છે.

ટેકનોલોજી સાથે કડક નિયંત્રણ

અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓ નીરવ બક્ષીએ જણાવ્યું કે, ટોલ પ્લાઝા પરથી પસાર થતી દરેક ટ્રાન્સપોર્ટ ગાડીની વિગતો હવે રિયલ ટાઈમમાં પોર્ટલ પર અપલોડ થશે. જો કોઈ એક દસ્તાવેજ પણ અમાન્ય હશે, તો મેમો તરત જ ઈ-પોર્ટલથી જરી થશે. રાજ્યભરના તમામ ટોલ નાકાને આ પોર્ટલ સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે.

ટ્રાન્સપોર્ટ માલિકો માટે ચેતવણી

હવે ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં જોડાયેલા તમામ વાહન માલિકોએ તેમના વાહનોના તમામ દસ્તાવેજ અપડેટ રાખવા પડશે. કોઈ પણ પ્રકારની ઢીલાશ સીધી દંડની કાર્યવાહી તરફ લઈ જશે. નવા સિસ્ટમ હેઠળ વાહનચાલકો માટે છૂટછાટની જગ્યા હવે રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *