First case of HMPV registered in Gujarat – ચીનમાં ફેલાયેલી હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) એ વૈશ્વિક દહેશત મચાવી છે. ભારતના કર્ણાટક રાજ્યના બેંગલુરુમાં આ વાયરસના બે કેસોની પુષ્ટી ભારતની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવી છે. એવામાં ગુજરાતમાં પણ HMPVનો પ્રથમ કેસ નોંધાયો હોવાની જાણકારી મળી રહી છે.
First case of HMPV registered in Gujarat- ચીનમાં ફેલાયેલું આ વાયરસ હવે ભારત પહોંચ્યું છે અને બેંગલુરુમાં બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, 2 મહિનાનું એક બાળક HMPV માટે પોઝિટિવ આવ્યા હોવાના આક્ષેપો છે. આ બાળક હાલમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમ છતાં, સત્તાવાર રીતે આ માહિતીની પુષ્ટી હજુ સુધી કરવામાં આવી નથી.
HMPV અંગે આરોગ્ય વિભાગની ગંભીર સતર્કતા
HMPV વાયરસના ખતરો ધ્યાને રાખી રાજ્યના આરોગ્ય વિભાગે સતર્કતા વર્તાવવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસન સંબંધિત ચેપી રોગોથી બચાવ માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તથા, આ રોગથી બચવા માટે અને તેને ફેલાવવાથી રોકવા માટે માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે.
શું કરવું?
જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત ક૨વો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ન કરવું?
આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ.
ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું.
આ પણ વાંચો – ચીન બાદ ભારતમાં HMPV વાયરસની એન્ટ્રી, જાણો તેના લક્ષણો અને તકેદારીના પગલાં