Girl Collapse in Borewell : કચ્છના ભુજમાં આવેલા કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. ઘટના સાંજ સમયે સવારે 5:00 થી 5:30 વચ્ચે બની હતી. યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે ભુજ અને ભચાઉ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ કાર્ય શરૂ કરાયું છે.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, કંડેરાઈ ગામના વાડી વિસ્તારમાં 18 વર્ષીય યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. જેથી પોલીસે, ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ ટીમો પણ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. કેમેરા દ્વારા બોરવેલની અંદરની પરિસ્થિતિ તપાસી રહી છે અને યુવતીને ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ કચ્છના એસપી, પ્રાંત અધિકારી, અને મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર આવી ગયા છે. બોરવેલમાં કેવી રીતે યુવતી પડી, તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, રેસ્ક્યુ માટે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમને મોકલી દેવાઈ છે. બીએસએફના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે, પરંતુ હજુ સુધી બોરવેલની અંદર યુવતીની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા મળી નથી.
યુવતી સાથે વાડીમાં કામ કરતી ફાતિમા બાઈએ જણાવ્યું કે, આ યુવતીની હાલમાં જ સગાઈ થઈ હતી અને ગત રાત્રે કપલ વચ્ચે કોઈ મનદુઃખ થયું હતું. આથી તે આજે સવારે બોરવેલમાં ઝંપલાવ્યું હોય તેવું બની શકે છે.
યુવતીના ભાઈ લાલસિંહના જણાવ્યા અનુસાર, સવારના સમયે તેની દીકરી અને તેની બહેન ઇન્દ્રાબેન બાથરૂમ જવા માટે ઉઠી હતી. બાથરૂમમાં તે માત્ર દીકરી જ પરત આવી, પરંતુ બહેન ઇન્દ્રાએ બોરવેલની અંદરથી ‘બચાવો બચાવો’ ની બૂમો પાડી હતી.
આ બોરવેલ આસપાસ મોટા પથ્થરો અને ગમલાઓથી ઢાંકવામાં આવ્યો હતો, જોકે આ પ્રકારે યુવતી બોરવેલમાં કેવી રીતે પડી, તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, બોરવેલની અંદર ઓક્સિજન પમ્પિંગ અને કેમેરા દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.