ગુરૂપૂર્ણિમાં પહેલા રાજ્ય સરકારે શિક્ષકોને આપી ભેટ, બદલીના નિયમો કર્યા જાહેર

ગુજરાતમાં શિક્ષકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યના શિક્ષકોની બદલીને લઇને નિયમો જાહેર કર્યો છે.  શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના ટ્વીટ કરીને માહિતી આપી છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી બદલી નિયમોની પ્રતિક્ષા કરી રહેલા HTAT મુખ્ય શિક્ષકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા બદલી નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

 

 

મહેકમ પદ્ધતિ

– બાલવાટીકાથી ધો.5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
– ધો.6થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
– બાલવાટીકાથી ધો.8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઇએ.

જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઇએ. 50 ટકા જગ્યાઓ અગ્રતાથી અને 50 ટકા શ્રેયાનતાથી ભરવાની રહેશે.

 તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય/રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/ પત્નીની બદલીઓ, રાજ્યના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી/કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ/પત્નીની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઇ કરવામાં આવેલ છે.

દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે.

જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય, તો તેઓને પ્રથમ પગારકેન્દ્રની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર, તે પછી તાલુકાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ પર, તે પછી જિલ્લાની મંજુર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે.

જિલ્લા ફેર/ જિલ્લા આંતરિક અરસ પરસ બદલી

– બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઇ પણ મુખ્ય શિક્ષકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.
– આંતરિક/જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશ: 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

આ પણ વાંચો-  જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદના લીધે 53 ગામને કરાયા એલર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *