ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલ પ્રાથમિક શાળા માટે કરોડોના ખર્ચે 7 ઓરડાનું ખાતમુર્હત આજરોજ શનિવારે તા. 15 માર્ચે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભાજપ સરકાર વિકાસના નેજા હેઠળ કામગીરી રહી છે. અને સમાજ શિક્ષિત થાય માટે હમેંશા પ્રયત્નશીલ રહે છે.
નોંધનીય છે કે કેસરા પ્રાથમિક શાળાના 7 ઓરડાના ખાતમુર્હત પ્રસંગે મહેમદાવાદ તાલુકાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કહ્યું હતું સમાજે શિક્ષણ પર ભાર મૂકવો જોઇએ, અને શિક્ષિત સમાજ રાષ્ટ્રના નિર્માણ માટે અતિ મહત્વનું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે શિક્ષણ જ દેશને વધુ મજબૂત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કેસરા પ્રાથમિક શાળામાં સાત ઓરડાના ખાતમુર્હતમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જનુસિંહ ચૈાહાણ, ભાજપના અન્ય નેતા ગણ, ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કેસરા પ્રાથમિક શાળામાં સાત ઓરડાના ખાતમુર્હતમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જનુસિંહ ચૈાહાણ, ભાજપના અન્ય નેતા ગણ, મહેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ ડાભી, નિલેશભાઇ, મોહનભાઇ, સામાજિક આગેવાન મુન્નાભાઇ મલેક સહિત ડેપ્યુટી સરપંચ કેવલભાઇ પટેલ અને સમાજિક આગેવાન મકસુદભાઇ મલેક ભાવસિહં ડાભી,મનુભાઇ સોલંકી, દિપકભાઇ સુથાર,હરીશભાઇ પટેપ સહિત વાલીગણ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગના અંતે શિક્ષક નરેશભાઇ પરમારે આભાર વિધિ કરી હતી.